INS વલસુરા મર્જ્ડ ઇલેક્ટ્રિકલ આર્ટિફિસર ટ્રેનિંગ (MEAT) સેઇલર્સ કોર્ષની પાસિંગ આઉટ પરેડ યોજાઇ

|

Nov 15, 2021 | 12:48 PM

તાલીમાર્થીઓને ટેક્નોલોજીની વિશાળ શ્રેણીઓના વિષયો અને રડાર્સ, સરફેસ અને સબ સરફેસ હથિયારો, ઇલેક્ટ્રોનિક શસ્ત્રસંરજામ અને કંટ્રોલ સિસ્ટમ જેવા વિશિષ્ટ ઉપકરણોથી પરિચિત કરાવવામાં આવ્યાં

INS વલસુરા મર્જ્ડ ઇલેક્ટ્રિકલ આર્ટિફિસર ટ્રેનિંગ (MEAT) સેઇલર્સ કોર્ષની પાસિંગ આઉટ પરેડ યોજાઇ
Passing out parade of INS Valsura

Follow us on

INS Valsura: ભારતીય નૌ સેના (Indian Navy)ની પ્રતિષ્ઠિત ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થાન INS વલસુરાના પોર્ટલ્સ પરથી મર્જ્ડ ઇલેક્ટ્રિકલ આર્ટિફિસર ટ્રેઇનિંગ (MEAT) અભ્યાસક્રમના 172 તાલીમાર્થીઓ 14મી નવેમ્બર, 2021ના રોજ પાસ આઉટ થયા હતા. આ આર્ટિફિસર્સની તાલીમ 106 અઠવાડિયાઓ દરમિયાન હાથ ધરાઇ હતી, જે દરમિયાન તાલીમાર્થીઓને ટેક્નોલોજીની વિશાળ શ્રેણીઓના વિષયો અને રડાર્સ, સરફેસ અને સબ સરફેસ હથિયારો, ઇલેક્ટ્રોનિક શસ્ત્રસંરજામ અને કંટ્રોલ સિસ્ટમ જેવા વિશિષ્ટ ઉપકરણોથી પરિચિત કરાવવામાં આવ્યાં હતાં.

એડમિરલ સુપ્રિટેન્ડન્ટ યાર્ડ કોચીના રિયર એડમિરલ સુબિર મુખરજી NMએ સંસ્થાન ખાતે યોજાયેલી ભવ્ય પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. પોતાની વ્યાવસાયિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ એડમિરલે તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય નૌસેનાના લડાકુ મંચો ઉપર ઇષ્ટતમ જાળવણી સુનિશ્ચિત કરવા માટે અદ્યતન તકનિકી વિકાસની ઝડપ સાથે પોતાની ઝડપ જાળવવા માટે અભ્યાસની ઉપયોગિતા ચોક્કસપણે જાળવી રાખવી જોઇએ.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

પાસિંગ આઉટ પરેડ દરમિયાન એડમિરલ દ્વારા પરવીન EA (R)/APP અને કમાન્ડિંગ ઓફિસરને ‘બેસ્ટ ઑલ રાઉન્ડ સેઇલર’ માટે એડમિરલ રામનાથ ટ્રોફી અને લોકેશ EA (R)/APPને ‘બેસ્ટ સ્પોર્ટ્સમેન’ બદલ INS વલસુરા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

Next Article