ઓમીક્રોનની દહેશત, અમદાવાદ એરપોર્ટ પર હવે લેન્ડિંગ બાદ તરત જ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરાશે

|

Dec 09, 2021 | 4:15 PM

આ નવી પ્રક્રિયા અનુસાર હવે પેસેન્જરને વિમાનમાંથી ઉતર્યા બાદ એરપોર્ટ બસમાં બેસાડીને ગેટ સુધી લાવવામાં આવશે. જ્યાં તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.

ઓમીક્રોનની દહેશત, અમદાવાદ એરપોર્ટ પર હવે લેન્ડિંગ બાદ તરત જ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરાશે
Ahmedabad Airport ( File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા વેરીએન્ટ ઓમીક્રોનની(Omicron)એન્ટ્રી બાદ સરકાર વધુ સતર્ક બની છે. તેમજ એરપોર્ટ (Airport) ર આવતા પેસેન્જરોનો ફરજિયાત આરટીપીસીઆર(RTPCR)ટેસ્ટ કરવામાં આવે છે. જો કે વધુ સતર્કતાના ભાગરૂપે હવે હાઇ રિસ્ક દેશોમાંથી આવતા મુસાફરોનો લેન્ડિંગ(Landing)કરતાની સાથે જ આરટીપીસાર ટેસ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે .

જેમાં ગેટમાં પ્રવેશ પુર્વે જ ટેસ્ટ કરવામાં આવશે. જેની માટે એરપોર્ટ પર જ આઠ રજીસ્ટ્રેશન કાઉન્ટર અને 120 રેપિડ પીસીઆર મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ નવી પ્રક્રિયા અનુસાર હવે પેસેન્જરને વિમાનમાંથી ઉતર્યા બાદ એરપોર્ટ બસમાં બેસાડીને ગેટ સુધી લાવવામાં આવશે. જ્યાં તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો કે આ પુર્વે પેસેન્જર ગેટમાં આવ્યા બાદ ઈમિગ્રેશન અને કસ્ટમ ક્લીયરન્સ કરાવે તેની બાદ ટર્મિનલ ગેટ પર આરટીપીસાર ટેસ્ટ કરવામાં આવતો હતો.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

એન્ટ્રી ગેટ પર જ કોરોના ટેસ્ટ કરવાનો ફાયદો

એરપોર્ટના એન્ટ્રી ગેટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ કરવાથી ફાયદો એ થશે કે જો કોઇ પેસેન્જર કોરોના પોઝિટિવ હશે તો તેનો ચેપ ઈમિગ્રેશન અને કસ્ટમના સ્ટાફને નહી લાગે કારણ કે વિમાનમાંથી ઉતર્યા બાદ આ બધી પ્રક્રિયામાં વખતે પેસેન્જર અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે. તેથી આ નવી પ્રક્રિયાને લીધે કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ ઘટી શકે છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા વેરીએન્ટ ઓમીક્રોનને(Omicron)લઈને સરકાર સતર્ક બની છે. જેની સાથે જ અમદાવાદ(Ahmedabad)એરપોર્ટ(Airport)પર પણ ઓમીક્રોન સંક્રમણથી પ્રભાવિત 12 દેશોમાંથી આવતા પ્રવાસીને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.

12 દેશોમાંથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ

જેમાં એરપોર્ટ પર જ 12 દેશોમાંથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટની સાથે સાથે હવે તેમની માટે એરપોર્ટ પર જ અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  આ ઉપરાંત આ લોકોના ટેસ્ટિંગ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના લીધે નવા વેરીએન્ટના સંભવિત સંક્રમણથી લોકોને બચાવી શકાય.

સેલ્ફ ડેકલેરેશન કરવાનું રહેશે

જો કે અમદાવાર એરપોર્ટ પર પણ કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન મુજબ સાવચેતી રાખવામાં આવી રહી છે. જેમાં નવી ગાઈડલાઈન પ્રમાણે વિદેશથી આવતા પ્રવાસીઓએ એર સુવિધા ઓનલાઈન પોર્ટલ ઉપર પાછલા 14 દિવસના પ્રવાસની વિગતો અંગે સેલ્ફ ડેકલેરેશન કરવાનું રહેશે. તેમના પાસપોર્ટની નકલ, કોવિડનો RT-PCR ટેસ્ટનો લેટેસ્ટ કોવિડ નેગેટીવ રિપોર્ટ બતાવવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)નવા વેરિઅન્ટના ભય વચ્ચે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં નવા વેરિઅન્ટ ધરાવતા દેશોના પ્રવાસેથી આવેલા મુસાફરોના એરપોર્ટ(Airport)પર જ આરટીપીસાર( RTPCR)ટેસ્ટ કરવામાં આવશે. જેમાં 12 દેશોમાં યુરોપ, યુકે, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ચીન, ન્યુઝિલેન્ડ, હોંગકોંગ, બોત્સવના,મોરિસસ અને ઝિંમ્બાબવેનો સમાવેશ કરાયો છે.

આ પણ  વાંચો : Surat : હીરા ઉધોગકારોની પરેશાનીમાં વધારો, રફ હીરાના ભાવવધારાથી ઉત્પાદન કાપ

આ પણ વાંચો :  Gandhinagar : મહેસુલ મંત્રીની દહેગામ મામલતદાર ઓફિસમાં સરપ્રાઇઝ વિઝીટ, કર્મચારીઓમાં ફફડાટ

Published On - 4:08 pm, Thu, 9 December 21

Next Article