31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસની ચુસ્ત સુરક્ષા, 20 જેટલા આયોજકોને નવા વર્ષની ઉજવણી માટે મંજૂરી

|

Dec 29, 2019 | 2:15 PM

વર્ષ 2019ને ગુડ બાય કહેવા અને નવા વર્ષ 2020ને આવકારવા લોકો થનગની રહ્યા છે. તેવામાં શહેરની પોલીસે પણ દર વર્ષની જેમ ચાલુ વર્ષે સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા એક્શન પ્લાન ઘઢી કાઢ્યો છે. ગત વર્ષે 20 જેટલા આયોજકોને નવા વર્ષની ઉજવણી કરવા માટે પોલીસે મંજૂરી આપી હતી.  આ પણ વાંચોઃ દાદાસાહેબ ફાળકે પુરુસ્કાર પ્રાપ્ત કર્યા […]

31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસની ચુસ્ત સુરક્ષા, 20 જેટલા આયોજકોને નવા વર્ષની ઉજવણી માટે મંજૂરી

Follow us on

વર્ષ 2019ને ગુડ બાય કહેવા અને નવા વર્ષ 2020ને આવકારવા લોકો થનગની રહ્યા છે. તેવામાં શહેરની પોલીસે પણ દર વર્ષની જેમ ચાલુ વર્ષે સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા એક્શન પ્લાન ઘઢી કાઢ્યો છે. ગત વર્ષે 20 જેટલા આયોજકોને નવા વર્ષની ઉજવણી કરવા માટે પોલીસે મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ દાદાસાહેબ ફાળકે પુરુસ્કાર પ્રાપ્ત કર્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું કે, શું હવે મારે ઘરે બેસીને આરામ કરવાનો છે?

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જોકે ચાલુ વર્ષે 31 જેટલા આયોજકોને નવા વર્ષની ઉજવણી માટે પરમિશન આપી છે. જો આયોજકો દ્વારા નિયમોનું ભંગ કરવામાં આવશે તો પોલીસ આયોજકો વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરશે. આ ઉપરાંત પોલીસ શહેરની તમામ ગતિવીધીઓ પર CCTVની મદદથી બાજ નજર રાખશે, અને જરૂર મંદ લોકોને મદદ પુરી પાડશે, અને આવારાતત્વો વિરૂધ કાયદેસરની કાર્યવાહી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે સીંધુભવન રોડ, સીજી રોડ, એસજી હાઈવે, આનંદનગર, વસ્ત્રાપુર પર લોકો ભેગા થઈ ઉજવણી કરતા હોય છે જેને લઈ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સીજી રોડ પર રાતે 9 વાગ્યા બાદ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા ભીડવાળા વિસ્તારમાં અને ઉજવણીની જગ્યાએ MAY I HELP YOUના કિઓસ્ક ઊભા કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત કંટ્રોલરૂમમાંથી સતત ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. હોક બાઈક, 85 જેટલી પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરશે. મહિલા ક્રાઈમ બ્રાન્ચ અને SHE ટીમો પણ ખાનગી કપડામાં આવી પાર્ટીઓ અને ભીડવાળા વિસ્તારોમાં બંદોબસ્તમાં રહેશે. તો 300 જેટલા બ્રેથ એનેલાઈઝર દ્વારા પોલીસ લોકોનું ચેકિંગ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article