Panchmahal: વડાપ્રધાન પાવાગઢમાં મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કરશે, વડાપ્રધાનના આગમનના પગલે તૈયારીઓ પૂર જોશમાં

|

Jun 11, 2022 | 12:33 PM

વડાપ્રધાન મોદીના (Prime Minister Narendra Modi) હસ્તે મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કરાશે. વડાપ્રધાનના આગમનને લઈને મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Panchmahal: વડાપ્રધાન પાવાગઢમાં મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કરશે, વડાપ્રધાનના આગમનના પગલે તૈયારીઓ પૂર જોશમાં
Pavagadh Temple

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ વખતે વડાપ્રધાન મોદી મધ્ય ગુજરાતની મુલાકાત લેશે. 18 જૂનના રોજ વડાપ્રધાન મોદી યાત્રાધામ પાવાગઢમાં રૂપિયા 121 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિવિધ વિકાસકાર્યોનું નિરીક્ષણ તેમજ લોકાર્પણ કરશે. પંચમહાલ (Panchmahal) જિલ્લામાં આવેલા પાવાગઢના (Pavagadh) મહાકાળી મંદિરમાં વડાપ્રધાન દર્શન કરશે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કરશે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય રિનોવેશન કરવામાં આવ્યુ છે. બે હજાર શ્રદ્ધાળુ ડુંગરના કોરિડોર પર એકસાથે ઉભા રહી દર્શન કરી શકે તેવું પરિસર તૈયાર કરવામાં આવ્યુ છે. મહાકાળી મંદિરના ઘુમ્મટને સોનાના કળશથી મઢ્યા બાદ હવે મંદિરના ગર્ભગૃહને પણ સોનાથી મઢી દેવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢમાં અનેક વિકાસના કાર્યોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાત લઇ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

વડાપ્રધાન મોદીના હસ્તે મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કરાશે. વડાપ્રધાનના આગમનને લઈને મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર મંદિરોના વિકાસ માટે અલગથી ગ્રાન્ટ ફાળવીને યાત્રાધામ અને પ્રવાસનને વેગ મળે એ હેતુથી પ્રયત્નો કરી રહી છે. જેના ભાગરૂપે પાવાગઢમાં યાત્રિકો માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પગથિયા મોટા કરવાથી માંડીને મંદિર પરિસર પણ નવીન બનાવી એક સાથે વધુ ભક્તો દર્શનનો લાભ લે એવું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2017થી જ પાવાગઢ ખાતે વિકાસના અનેક કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો.

Next Article