Panchmahal: ભરઉનાળે હડફ નદીમાં ઘોડાપૂર આવતાં યુવાનો પાણીમાં ફસાઈ ગયા

|

Jun 02, 2022 | 4:29 PM

સમયસર કાર્યવાહી કરીને આ તમામ યુવાનોને બચાવી લેવાયા હતા પણ એક સાથે આટલા બધા યુવાનો ફલાઈ જતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે યુવાનોને હેમખેમ બહાર કાઢી લેવાતાં ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Panchmahal: ભરઉનાળે હડફ નદીમાં ઘોડાપૂર આવતાં યુવાનો પાણીમાં ફસાઈ ગયા
youths were trapped in Hadaf river

Follow us on

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ભર ઉનાળે નદી (River) માં પાણી આવતાં મોરવા હડફ નજીક ડેમ (Dam) ના હેઠવાસના વિસ્તારમાં નદીના પટમાં આઠથી દસ જેટલા યુવાનો ફસાઈ ગયા હતા. જોકે સમયસર કાર્યવાહી કરીને આ તમામ યુવાનોને બચાવી લેવાયા હતા પણ એક સાથે આટલા બધા યુવાનો ફલાઈ જતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે યુવાનોને હેમખેમ બહાર કાઢી લેવાતાં ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આજે મોરવાહડફના હડફ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. હડફ ડેમના અધિકારીએ નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સુચના આપવા છતાં આ યુવાનો નદીની વચ્ચોવચ મંડપના પડદા ધોઈ રહ્યા હતા. અચાનક નદીમાં પાણી આવી જતાં મંડપના પડદા ધોવા આવેલા યુવાનો ફસાયા હતા. જોકે આ બાબતે તાત્કાલિક હડફ ડેમના અધિકારીઓને જાણ કરાતાં તેઓએ હડફ ડેમના ગેટ બંધ કર્યા હતા અને પાણી ઓછુ થતાં યુવકો નદીમાંથી બહાર નીકળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આજે મોરવા હડફ ડેમમાંથી હડફ નદીમાં પાણી છોડાયુ હતું. ડેમમાંથી 2312 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાતાં નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ડેમના રેડિયલ ગેટના રબર સીલ, એન્ડ સીલ અને વાયર રોપ બદલવા માટે ડેમમાંથી પાણી છોડાવામાં આવ્યું હતું. ડેમના કુલ 5 દરવાજા પૈકી 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલીને પાણી છોડાયું હતું. ડેમના મિકેનિકલ ભાગોને બદલવા માટે ડેમનો પાણીનો જથ્થો ક્રેસ્ટ લેવલ સુધી લઈ જવા માટે પાણી છોડવું પડ્યું હતું. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા નદી કિનારાના 9 ગામોને એલર્ટ કરાયા હતાં. જોકે અત્યારે રાજ્યમાં પાણીની સમસ્યા વધી રહી છે અને જો વરસાદ ખેચાય તો લકોને પાણીની તંગીનો સામનો કરવો પડી શકે છે તેવી સ્થિતિમાં ડેમમાં સમારકામના નામે આ રીતે પાણી વેડફી નાખવા માટે લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હડફ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હાર્દિક ત્રિવેદીએ જણાવ્યું કે ડેમમાં હાલ પાણીની સપાટી 163.10 મીટર છે જેને 155.53 મીટર સુધી લઈ જવા માટે પાણી છોડાયું હતું. ડેમમાં પાણીનું લેવલ 155.53 મીટર આવ્યા બાદ સમારકામ હાથ ધરવામાં આવશે. આ પહેલા વર્ષ 2012માં ડેમના મિકેનિકલ ભાગોની મરામત કરાઈ હતી. હવે 10 વર્ષ બાદ ડેમને ખાલી કરાશે.

Published On - 4:11 pm, Thu, 2 June 22

Next Article