Panchmahal: ફાયર વિભાગના કર્મચારીઓ પર જીવનું જોખમ, કચેરીની છત જર્જરિત, ગમે ત્યારે પોપડા પડે છે

|

May 18, 2022 | 6:08 PM

વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ આ મામલે પણ સાંભળતા નાં હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. ત્યારે પાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે કે ફાયર વિભાગના રીપેરીંગ કામ માટેનો હુકમ આપવામાં આવેલો છે.

Panchmahal: ફાયર વિભાગના કર્મચારીઓ પર જીવનું જોખમ,  કચેરીની છત જર્જરિત, ગમે ત્યારે પોપડા પડે છે
Godhra Fire department

Follow us on

પંતમહાલ (Panchmahal)  જિલ્લામાં ગોધરા (Godhra)  નગર પાલિકા સ્થિત ફાયર વિભાગની કચેરીની છત જર્જરિત હાલતમાં હોવા છતાં સબંધિત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફાયર વિભાગ (Fire department) ના કર્મીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા આ કચેરીની મરામત ક્યારે કરવામાં આવશે તેમ ફાયર વિભાગના કર્મચારીઓ પાલિકાનાં અધિકારીઓ ને પૂછી રહ્યા છે. જ્યારે આ બાબતે પાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે કે ફાયર વિભાગના રીપેરીંગ કામ માટેનો હુકમ આપવામાં આવેલો છે. પણ પ્રમુખના આદેશનું પાલન ક્યારે થશે તે ખુદ પાલિકા પ્રમુખને ખબર નથી.

ગોધરા નગર પાલિકા ખાતે ફાયર વિભાગની કચેરી હાલ કાર્યરત છે તે કચેરીની છત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે.છેલ્લા કેટલાક વર્ષો થી ફાયર વિભાગની કચેરી છત જર્જરિત હાલતમાં હોવા છતાં તેમજ તે છતનું પ્લાસ્ટર પર અવાર નવાર તૂટીને કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હોય ત્યારે પણ તેઓની ઉપસ્થિતિમાં પડયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સદનસીબે છતનું પ્લાસ્ટર તૂટવાથી કોઈ કર્મચારીને ઇજા પહોંચી નથી.

ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગમાં 2 શિફ્ટમાં ફરજ બજાવતા 14 જેટલા કર્મચારીઓ જ હાલ ભયના ઓથાર હેઠળ છે. ત્યારે ગોધરા નગર પાલિકાના અધિકારીઓ દ્વારા ફાયર વિભાગની આ કચેરી ની મરામત કરાવશે કે કેમ તે એક પ્રશ્ન ફાયર વિભાગના કર્મચારીઓ માં ચર્ચાઈ રહ્યો છે. ફાયર વિભાગની કચેરીની મરામતની કામગીરી કરવામાં આવી રહી નથી. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ આ મામલે પણ સાંભળતા નાં હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. ત્યારે ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં જ્યાં પણ કોઈ આકસ્મિક ઘટના બને તો ફાયર વિભાગ તાબડતોબ પહોંચી જઈ પોતાની ફરજ અદા કરે છે.ત્યારે ફાયર વિભાગના કર્મચારીઓ ને પડતી તકલીફો ને કોઈ જ સાંભળતું નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સમગ્ર મામલે પાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે કે ફાયર વિભાગના રીપેરીંગ કામ માટેનો હુકમ આપવામાં આવેલો છે. પણ પ્રમુખના આદેશનું પાલન ક્યારે થશે તે ખુદ પાલિકા પ્રમુખને ખબર નથી ને બીજી તરફ પાલિકા પ્રમુખ આખી નગરપાલિકાના બિલ્ડીંગને જ નવું બનાવવાની વાત કરી રહ્યા છે. ગોધરા નગરપાલિકાના નવા બિલ્ડીંગ માટેની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે.

Next Article