Panchmahal: કાલોલ GIDCની ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

|

Jul 13, 2021 | 8:29 AM

પંચમહાલ જિલ્લાની કાલોલ GIDCની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે, આગ પર કાબુ મેળવવા મટે કાલોલ અને હાલોલ ફાયરબ્રિગેડેની ટીમે પ્રયત્નો હાથ ધર્યા છે.

પંચમહાલ GIDCમાં આવેલ ખાનગી કંપનીમાં ધડાકા સાથેઆગ (Fire) લાગી છે. ચાર કિલોમીટર દુરથી  આગના ધુમાડા જોવા મળતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, પ્લાસ્ટિક અને ડનલોપની અલગ-અલગ વસ્તુઓ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે.

ઘટનાની જાણ થતા જ કાલોલ અને હાલોલની ફાયર બ્રિગેડની(Fire Brigade) ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગને કાબુમાં કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

 

ઉપરાંત, ભીષણ આગને પગલે સ્થાનિક પોલીસે (Police)પણ સ્થિતિનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે સદનસિબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ,કંપનીનો લાખોનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે, પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ક્યા કારણોસર આગ લાગી હતી,તે હજુ અંકબંધ છે. હાલ, ફાયરબ્રિગેડ ભીષણ આગને કાબુમાં કરવા પ્રયત્નો હાથ ધર્યા છે.વારંવાર GIDCની કંપનીઓમાં આગની ઘટના બનતી હોય છે,પરંતુ તંત્ર (Administration) દ્વારા યોગ્ય પગલા ન લેવાતા આગનો સિલસિલો યથાવત છે.

 

આ પણ વાંચો : Dang : ગીરાધોધની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, કોરોનાની ચિંતા વિના જ પ્રવાસીઓ ઉમટ્યા

 

Published On - 8:26 am, Tue, 13 July 21

Next Video