PANCHMAHAL: શહેરાના બોરીઆવી ગામે પનામ નદીમાં હોડી પલટતા 3 વર્ષની બાળકી સહિત 4ના મોત

|

May 30, 2021 | 8:21 PM

શહેરા તાલુકાના બોરીઆવી ગામે આવેલા ડાભી ફળિયામાં રહેતા સુરેશભાઈ તેમજ તેમની પત્ની અને પુત્રી હડફ મોરવા તાલુકાના ગાજીપૂર ગામે પોતાના સગાવહાલને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.

PANCHMAHAL: શહેરાના બોરીઆવી ગામે પનામ નદીમાં હોડી પલટતા 3 વર્ષની બાળકી સહિત 4ના મોત
પ્રતિકાત્મક તસવીર

Follow us on

PANCHMAHAL: પંચમહાલ જિલ્લાના શહેરાના બોરીઆવી ગામ પાસેથી પસાર થતી પનામ નદી (Panam river)માં નાની હોડી પલટતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. શહેરા તાલુકાના બોરીઆવી ગામે આવેલા ડાભી ફળિયામાં રહેતા સુરેશભાઈ તેમજ તેમની પત્ની અને પુત્રી હડફ મોરવા તાલુકાના ગાજીપૂર ગામે પોતાના સગાવહાલને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.

 

શહેરા તાલુકા અને મોરવા હડફ તાલુકાના અમુક ગામો નદી કિનારે આવેલા છે તો સારા- નરસા પ્રસંગે વર્ષોથી આવાગમન માટે નાવડી વ્યવહાર ચાલે છે. ત્યારે શનિવારના રોજ બોરીઆવી ગામના સુરેશભાઈ નરવતભાઈ ડાભી, પત્ની રિકુંબેન સુરેશભાઈ ડાભી અને તેની દીકરી (ઉ.વર્ષ 3) મેખર ગામે પોતાના સંબંધીને ત્યાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ત્યારે સાંજના 5 વાગ્યાના અરસામાં તેઓ પરત ફરવા માટે મેખર ગામેથી એક નાવડીમાં બેસી બોરીઆવી આવતા હતા, ત્યારે નાની હોડીનું સંતુલન બગડતા અચાનક હોડી પલટી ગઈ હતી આથી હોડીમાં બેઠેલા પતિ પત્ની અને પુત્રી સાથે હોડીનો ચાલક રમેશભાઈ જાલુભાઈ પટેલ પણ પાનમ નદીના ઊંડા જળમાં ગરકાવ થઈ ગયા હતા.

 

મૃતક પતિ પત્ની અને પુત્રી સમયે ન આવતા તેઓના સગા સંબંધીઓએ મેખર ગામે ફોન કરતા ત્યાંથી તો ક્યારના નીકળી ગયા હોવાનું જણાવ્યું હતું અને કોઈક વ્યક્તિ દ્વારા જાણવા મળેલું કે એક નાની હોડી નદીમાં પલટી ગઈ છે ઘટનાની જાણ ગ્રામજનોને થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહોને પાણીમાં શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી.

 

લાંબી જહેમત પછી બોરીઆવી ગામના પતિ પત્ની અને પુત્રીના મૃતદેહો હાથ લાગ્યા હતા. એક બાદ એક એમ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવતા તેઓના પરિવારજનોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી અને હૈયાફાટ રૂદનના કારણે વાતાવરણ હચમચી ઉઠયૂ હતું. જ્યારે હોડીના ચાલકના મૃતદેહનો પતો લાગ્યો નહતો. ઘટનાની જાણ થતાં શહેરા પોલીસ અને શહેરા પ્રાંત અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ પણ વાંચો :  GTUએ 7 લાખથી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ DigiLocker પર કર્યા અપલોડ, આ રીતે કરો Download

Next Article