પંચમહાલ જિલ્લા સહકારી બેન્કની 67મી અને પંચામૃત ડેરીની 49મી વાર્ષિક સાધારણ સભા મળી

|

Jun 12, 2022 | 11:27 AM

બંને સંસ્થાના ચેરમેન અને શહેરાના ધારાસભ્યની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો,બંને સંસ્થાના અધિકારી અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં દૂધ મંડળીના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

પંચમહાલ જિલ્લા સહકારી બેન્કની 67મી અને પંચામૃત ડેરીની 49મી વાર્ષિક સાધારણ સભા મળી
Annual General Meeting of Panchmahal District Cooperative Bank and Panchamrut Dairy

Follow us on

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં આવેલ પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 49મી તેમજ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેન્ક (Panchmahal District Cooperative Bank ) ની 67મી વાર્ષિક સાધારણ સભા પંચામૃત ડેરી (Panchamrut Dairy) ના પટાંગણમાં બંને સંસ્થાના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં પ્રથમ ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા છેલ્લા 13 વર્ષ દરમ્યાન પંચામૃત ડેરીની વિકાસ યાત્રાના સિમા ચિન્હો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તેમણે જણાવતા કહ્યું હતું કે વર્ષ 2021-22 દરમ્યાન પંચામૃત ડેરીના નફામાં 17 ગણાં વધારા સાથે રૂ.15.20 કરોડ ચોખ્ખો નફો કર્યો છે, સંઘના દૂધ સંપાદનમાં ચાર ઘણો વધારો કરી વર્ષ 2021-22 દરમ્યાન 17 લાખ 45 હજાર દૂધ સંપાદન થયું જે વાર્ષિક કુલ રૂ.63.68 કરોડનું દૂધ સંપાદન અને સરેરાશ દર દસ દિવસે રૂ.64 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત વર્ષ 2021-22માં દૂધ સંઘનું ટર્નઓવર રૂ.32.30 કરોડને આંબી ગયું હોવાની સાથે નવ ગણો વધારો થયો હોવાનું પણ જણાવ્યું હતું. તો પંચામૃત ડેરીની સ્થાવર મિલ્કતમાં બાર ઘણો વધારો થયો અને દૂધ ઉત્પાદકોની મૂડી સમાન મિલ્કત વર્ષ દરમિયાન 1 હજાર 10 કરોડ થઈ હોવાનું જણાવી દૂધ ઉત્પાદકોને ત્રણ ઘણું વળતર ચૂકવ્યુ જે વર્ષ 2021-22 દરમ્યાન પ્રતિકિલો ફેટના 741 રૂપિયા ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું જ્યારે દૂધ સંઘની સભા મંડળીઓએ દૂધ સંઘના શેરોમાં કરેલ રોકાણ ઉપર મહત્તમ 15 ટકા ડીવીડન્ડ ચુકવવાનું નક્કી કરાયું હતું.પંચામૃત ડેરીની 49મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન જેઠાભાઈ ભરવાડે દૂધ મંડળીઓ પાસેથી એકપણ દિવસ દૂધ સ્વીકારવાનું બંધ કર્યા વિના પશુપાલકો દ્વારા આપવામાં આવેલ દૂધ સંપૂર્ણપણે સ્વીકારી સમયસર દૂધના નાણાંની ચુકવણી કરી હોવાનું પણ જણાવ્યું હતું આમ પંચામૃત ડેરીના વિકાસને વધુ વેગ આપવા માટે વર્ષ 2022-23નું ટર્નઓવર રૂ.4 હજાર કરોડ તેમજ સરેરાશ પ્રતિદિન 20 લાખ લીટર દૂધ સંપાદન કરવાનું લક્ષ્યાંક સભા સમક્ષ રજુ કરી સંઘના સભાસદ મંડળીના એક શેર દીઠ વધારાનો એક શેર આપવાની જાહેરાત કરતા સભાસદોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ હતી.

ઉપરાંત ચેરમેન જેઠાભાઈ ભરવાડે પંચમહાલ જિલ્લા સહકારી બેન્ક વિશે જણાવતા કહ્યું હતું કે હાલ પંચમહાલ, મહીસાગર અને દાહોદ આમ ત્રણેય જિલ્લામાં 42 શાખાઓ સાથે કાર્યરત છે, બેન્કે વર્ષ 2021-22 દરમ્યાન 6.51 કરોડ ચોખ્ખો નફો કર્યો છે, બેંક દ્વારા વર્ષ 2021-22માં સભાસદોને 12 ટકા લેખે ડીવીડન્ડ જાહેર કર્યા છે, જ્યારે બેંક પાસે હાલ રૂ.537.18 કરોડ ડિપોઝીટ હોવાનું જણાવી વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. 345.07 કરોડ ધિરાણની સાથે 2022ના મેં માસમાં રૂ. 458.73 કરોડ ધિરાણ કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ બેન્ક દ્વારા સતત CRR અને SLR પણ જાળવવામાં આવતું હોવાનું તેમજ બેંકનું નેટ NPA શૂન્ય હોવાનું જણાવ્યું હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જ્યારે પંચામૃત ડેરી ખાતે યોજાયેલ બંને સંસ્થાની વાર્ષિક સાધારણ સભાના અંતે પંચામૃત ડેરી તેમજ પંચમહાલ જિલ્લા સહકારી બેન્ક સાથે સંકળાયેલી પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાની તમામ મંડળીઓ અને તેના સભાસદો તેમજ તમામ નાગરીકોને પંચમહાલ બેન્ક અને દૂધ સંઘની વિકાસયાત્રામાં સહભાગી બનવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. યોજાયેલ સાધારણ સભામાં પંચામૃત ડેરીના મેનેજીંગ ડિરેક્ટર મિતેષ મહેતા, પંચમહાલ જિલ્લા સહકારી બેંકના મેનેજર રશેષ શાહ તેમજ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો,બંને સંસ્થાના અધિકારી અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં દૂધ મંડળીના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

Next Article