પંચમહાલ: 40 વર્ષ બાદ સરકારે જમીન આપવાનું કહ્યું તો પણ આ ખેડૂતોને જમીનથી વંચિત રહેવાનો આવ્યો વારો

|

Sep 20, 2020 | 9:14 PM

પંચમહાલ જિલ્લામાં 40 વર્ષ પહેલા બનાવવામાં આવેલા હડફ, કબુતરી અને અદલવાડા ડેમના 479 વિસ્થાપિતોને જંગલની જમીનની સનદ આપવા માટે રાજ્ય સરકારે હાલ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે સરકાર દ્વારા તમામ અસરગ્રસ્તોને જમીનના અધિકાર પત્રો આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાને હલ કરવા માટે સરકાર દ્વારા […]

પંચમહાલ: 40 વર્ષ બાદ સરકારે જમીન આપવાનું કહ્યું તો પણ આ ખેડૂતોને જમીનથી વંચિત રહેવાનો આવ્યો વારો

Follow us on

પંચમહાલ જિલ્લામાં 40 વર્ષ પહેલા બનાવવામાં આવેલા હડફ, કબુતરી અને અદલવાડા ડેમના 479 વિસ્થાપિતોને જંગલની જમીનની સનદ આપવા માટે રાજ્ય સરકારે હાલ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે સરકાર દ્વારા તમામ અસરગ્રસ્તોને જમીનના અધિકાર પત્રો આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાને હલ કરવા માટે સરકાર દ્વારા વિવિધ નદીઓ પર ડેમ બનાવવાનું નક્કી કરીને વર્ષ 1978માં હડફ, કબુતરી અને અદલવાડા ડેમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. જેનું અમલીકરણ પણ શરુ કરવામાં આવ્યું અને ત્રણેય ડેમના બાંધકામ માટે જમીન સંપાદન શરુ કરવામાં આવ્યું.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં હડફ ડેમના નિર્માણ માટે લીમખેડા તાલુકાના 7 ગામોના 670 ખેડૂત ખાતેદારોની જમીન, કબુતરી ડેમના બાંધકામ માટે લીમખેડા તાલુકાના 5 ગામોના 169 ખેડૂત ખાતેદારોની જમીન અને અદલવાડા ડેમના બાંધકામ માટે ધાનપુર તાલુકાના 101 ખેડૂત ખાતેદારો આમ ત્રણેય યોજનાના બાંધકામ માટે કુલ 940 ખેડૂતોની જમીન સરકાર દ્વારા અધિગ્રહણ કરવામાં આવી હતી. જમીન અધિગ્રહણ કરવામાં આવ્યા બાદ ત્રણેય ડેમનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું અને જમીન અધિગ્રહણ કરવાથી અસરગ્રસ્ત બનેલા તમામ 940 વિસ્થાપિતોને વર્ષ 1982માં પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકામાં આવેલી જંગલની જમીનમાં વન વિભાગની મંજુરીની અપેક્ષાએ સરકાર દ્વારા વિસ્થાપિત કરવાના હુકમો આપ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બાદમાં વનસંરક્ષક ધારો 1980 અમલમાં આવતા 1982ના વર્ષમાં જંગલની જમીનમાં વિસ્થાપિત કરવા અંગેના સરકારના જ હુકમો રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલાની કાર્યવાહી જાણે અભરાઈએ ચઢી ગઈ. સ્થાનિક અસરગ્રસ્તો દ્વારા અનેક રજુઆતો બાદ વનસંરક્ષણ ધારા 1980ની જોગવાઈઓ અનુસાર વર્ષ 2009માં કેન્દ્ર સરકારમાં જંગલની જમીનને ડીફોરેસ્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં કુલ 940 અસરગ્રસ્તો પૈકી 461 અસરગ્રસ્તોને સરકારના ઠરાવ પ્રમાણે એક એકરના રૂ.2000 લેખે 5 એકરના કુલ રૂ.10,000નું વળતર ચૂકવી દેવામાં આવ્યું હોવાનું દરખાસ્તમાં જણાવી, 479 અસરગ્રસ્તોને જમીન અધિકારપત્રો આપવા અંગેની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ તમામ કાર્યવાહીના અંતે કેન્દ્રીય પર્યાવરણ સમિતિ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાની જંગલની જમીનને ડીફોરેસ્ટ કરવા માટે મંજુરી આપી અને હવે 479 અસરગ્રસ્તોને 40 વર્ષ બાદ જમીનના અધિકારપત્રો મળવાના છે, ત્યારે બાકી રહેલા અન્ય અસરગ્રસ્તોએ આ સમગ્ર નિર્ણયને લઈને નારાજગી વ્યક્ત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે સરકારના અધિકારીઓ દ્વારા વર્ષ 1986માં ગોધરા અને શહેરા ખાતે આવેલી જંગલની જમીનમાં પુનઃ વસવાટ કરવામાં આવ્યા બાદ તેમના કાચા અને પાકા મકાનોને સરકારી અધિકારીઓ અને પોલીસની મદદથી સળગાવી દેવામાં આવ્યા હતા અને તેમને જંગલની જમીનમાંથી ભગાડી મુકવામાં આવ્યા હતા.

બાદમાં જમીન સંપાદન અધિકારી દ્વારા તેઓને ઘરવખરી સળગી જવાથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે તેમ જણાવી રૂ.10 હજાર આપવામાં આવ્યા હતા. જે રૂ.10000ની સહાયને હાલ અનુદાન આપવામાં આવ્યું હોવાનું સરકારી ચોપડે બતાવીને તેમને જમીનના હકથી વંચિત રાખવામાં આવ્યા છે. હાલ આ તમામ 461 અસરગ્રસ્તો ડુબાણમાં ગયેલી પોતાની જમીન પર જ પરત આવીને છેલ્લા 35 વર્ષથી વસવાટ કરી રહ્યા છે, આ જમીન પર વર્ષના 8 મહિના સુધી પાણી ભરાયેલું રહે છે. જેથી કરીને તેઓ કોઈ જ ખેતીકામ આ જમીન પર કરી શકતા નથી. બાકીના ઉનાળાના 4 મહિના જમીન ખુલ્લી થતા તેઓ ખેતીકામ કરે છે. સમગ્ર બાબતની વચ્ચે તેઓની 2 પેઢીઓ હાલ શિક્ષણથી વંચિત રહેવા પામી છે.

ત્યારે હવે બાકી રહેલા 461 અસરગ્રસ્તોની હાલત છેલ્લા કેટલાય વર્ષોથી કફોડી બનેલી છે. સરકાર દ્વારા 479 અસરગ્રસ્તોને જમીન આપવાનું જાહેર કરવામાં આવતા આ બાકી રહેલા અસરગ્રસ્તો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે તેમની અરજ સાંભળનારું હવે કોઈ રહ્યું નથી તે પછી સરકારના અધિકારીઓ હોય કે જનપ્રતિનિધિ  હોય. ત્યારે હાલ આ તમામ અસરગ્રસ્તો સરકાર પાસે પોતાના જીવનનિર્વાહ માટે જમીન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

 

Published On - 11:54 am, Sat, 22 August 20

Next Article