Banaskantha : પાલનપુરની પોલીટેકનિકલ કોલેજની હોસ્ટેલ હોસ્ટેલ ખાલી કરવા આદેશ ! 40 વિદ્યાર્થીઓ રઝળી પડ્યા, જુઓ Video

Banaskantha : પાલનપુરની પોલીટેકનિકલ કોલેજની હોસ્ટેલ હોસ્ટેલ ખાલી કરવા આદેશ ! 40 વિદ્યાર્થીઓ રઝળી પડ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 09, 2025 | 11:47 AM

પાલનપુરની સરકારી પોલીટેકનિકલ કોલેજની હોસ્ટેલ જર્જરિત જાહેર થતાં 40 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગ અને મકાન વિભાગે હોસ્ટેલ જર્જરિત હોવાથી રહેવા યોગ્ય નથી તેવી કોલેજને સૂચના આપી હતી.

પાલનપુરની સરકારી પોલીટેકનિકલ કોલેજની હોસ્ટેલ જર્જરિત જાહેર થતાં 40 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગ અને મકાન વિભાગે હોસ્ટેલ જર્જરિત હોવાથી રહેવા યોગ્ય નથી તેવી કોલેજને સૂચના આપી હતી. જેના પગલે કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ત્રણ દિવસમાં હોસ્ટેલ ખાલી કરવા સૂચના આપી છે.

ત્રણ દિવસમાં હોસ્ટેલ ખાલી કરવાની સૂચના આપતા હોસ્ટેલમાં રહેતા 40 જેટલા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે. વિદ્યાર્થીઓને પોતાની વ્યથા રજૂ કરતા કહે છે કે અમને હોસ્ટેલ ખાલી કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ અમારા માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે. ચાલુ અભ્યાસે રહેવાની વ્યવસ્થા શોધવા ક્યાં જઈએ ?

જર્જરિત હોસ્ટેલ ખાલી કરવા આદેશ

તો વિદ્યાર્થીઓની સમસ્યા બાદ વિદ્યાર્થી સંગઠન ABVP પણ મેદાને ઉતર્યું છે. ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલને આક્રોશપૂર્ણ રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ પરિસ્થિતિ તંગ બની હતી અને કોલેજ સત્તાધીશોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો વિદ્યાર્થી માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ABVPએ ઉગ્ર આંદોલન અને જરૂર પડે તો ઉપવાસ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

 

વિદ્યાર્થી સંગઠન ABVP પણ મેદાને

તો બીજી તરફ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ આ અંગે કહ્યું કે વિદ્યાર્થીઓને હાલ ત્રણ દિવસમાં હોસ્ટેલ ખાલી કરવાની મુદ્દત આપી છે. પરંતુ વિદ્યાર્થીને મુશ્કેલીને ધ્યાનમાં રાખી મુદ્દતમાં વધારો કરીશું. આ સાથે વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે કોલેજ પ્રયાસ કરી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો