જૂનાગઢ જિલ્લામાં ઉત્પાદનથી વધુ તુવેરની ટેકાના ભાવે ખરીદી થઈ હોવાનો કિસાન કોંગ્રેસ સેલનો આક્ષેપ

|

Feb 10, 2020 | 12:35 PM

જૂનાગઢ જિલ્લામાં ઉત્પાદન કરતા વધુ પ્રમાણમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી થઇ હોવાનો કિસાન કોંગ્રેસ સેલે આક્ષેપ કર્યો છે. જૂનાગઢના કેશોદમાં થયેલા તુવેર કૌભાંડને લઈને કિસાન કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી છે. કિસાન કોંગ્રેસ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રતિનિધિ મંડળે જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરી કાર્યવાહીની માગ કરી છે. કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી કૌભાંડ […]

જૂનાગઢ જિલ્લામાં ઉત્પાદનથી વધુ તુવેરની ટેકાના ભાવે ખરીદી થઈ હોવાનો કિસાન કોંગ્રેસ સેલનો આક્ષેપ

Follow us on

જૂનાગઢ જિલ્લામાં ઉત્પાદન કરતા વધુ પ્રમાણમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી થઇ હોવાનો કિસાન કોંગ્રેસ સેલે આક્ષેપ કર્યો છે. જૂનાગઢના કેશોદમાં થયેલા તુવેર કૌભાંડને લઈને કિસાન કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી છે. કિસાન કોંગ્રેસ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રતિનિધિ મંડળે જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરી કાર્યવાહીની માગ કરી છે. કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી કૌભાંડ અંગે સવાલ ઉઠાવ્યાં છે. અને તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરી છે.

આ પણ વાંચોઃ LRD આંદોલનના 63 દિવસ પૂર્ણ, ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ CM રૂપાણીના મત અંગે કર્યો આ દાવો

મહત્વનું છે કે, કેશોદ, જૂનાગઢ, વિસાવદર અને માણાવદર એમ ચારેય કેન્દ્ર પર કૌભાંડ આચરવામાં આવ્યું હતું,, જેની સામે આજદીન સુધી કાર્યવાહી ન થતાં ઉગ્ર રજૂઆત સાથે તપાસની માગ કરવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તુવેર કૌભાંડ અંગે કિસાન કોંગ્રેસ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રતિનિધિનું કહેવું છે કે 25 હજાર 20 ક્વિંટલ તુવેરનું ઉત્પાદન થયું હતું. તેની સામે 89 હજાર 152 ક્વિંટલની ખરીદી કેવી રીતે કરવામાં આવી ?. જૂનાગઢ જિલ્લામાંથી વધારેમાં વધારે 6255 કવીંટલ તુવેર ખરીદવા પાત્ર હતી. તેની સામે 15 ગણી ખરીદી થઈ ગઈ તેમ છતાં કોઈના ધ્યાનમાં કેમ ન આવ્યું. એ સવાલ કિસાન કોંગ્રેસે કર્યો છે. સાથે જ જિલ્લામાં કુલ ઉત્પાદન કરતા 4 ગણી વધારે તુવેર ખરીદી કરવામાં આવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તો શું ખેડૂતો બહારથી તુવેર લાવ્યા હતા. કે પછી કૌભાંડીઓ બીજા રાજ્યમાંથી તુવેર લાવ્યા હતા ? તે અંગે યોગ્ય તપાસ કરવા માગ કરી છે. તો હજુ સુધી કૌભાંડમાં એકપણ અધિકારીની બેદરકારી બદલ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તેમજ કૌભાંડ પૂર્વઆયોજન મુજબ જ થાય છે. એ જોવા માટે સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ લેખિતમાં રજૂઆત કરી તટસ્થ તપાસની માગ કરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article