
પાકિસ્તાન ભારતથી અલગ થયું ત્યારથી લઈને આજ સુધી તેમના દેશમાં લાખો કરોડો પ્રશ્નો છે. ત્યાંની એક પણ સરકાર પ્રજા માટે કામ નથી કરી શકી અને એટલે જ આટલી ઓછી જન સંખ્યા હોવા છતાં દેશમાં ગરીબી, ભૂખમરી, બેરોજગારી ચરમસીમાએ છે. સરકારો બદલાઈ પરંતુ પરિસ્થિતિઓ ક્યારેય બદલાઈ નહી. પાકિસ્તાનની સરકારને હજી પણ પોતાના દેશના લોકોની સમસ્યાઓ ઓછી દેખાય છે અને ભારત સાથેની દુશ્મની વધુ દેખાય છે. આજે પણ પાકિસ્તાન ભારત વિરૂદ્ધ પોતાનું ઝેર ઓકવામાં જરા પણ પાછી પાની કરતું નથી. ગરીબીમાં જીવી રહેલું પાકિસ્તાન પોતાની આદતને કારણે એટલું લાચાર છે કે તેને પોતાના દેશની પરવા નથી, પરંતુ અન્ય દેશો પર નજર રાખી રહ્યું છે. પાકિસ્તાને હવે તો હદ કરી નાખી છે, અત્યાર સુધી પાકિસ્તાન કાશ્મીર પર ભારતનો ગેરકાયદેસર કબજો હોવાનું કહેતું હતું અને હવે તે ગુજરાતના જૂનાગઢ પર ભારતનો ગેરકાયદેસર કબજો કહેવા લાગ્યું છે. પાકિસ્તાને ભારત પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે જૂનાગઢ પર ભારત દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો...