AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતિ લોકસાહિત્ય જગતમાં મોટી ખોટ પડી, પદ્મશ્રી કવિ દાદ (KAVI DAAD) નું નિધન થયું

સાહિત્યમાં અમુલ્ય યોગદાન બદલ કવિ દાદ (KAVI DAAD) ને પદ્મશ્રી સહીત અનેક પુરસ્કાર મળ્યા છે.

ગુજરાતિ લોકસાહિત્ય જગતમાં મોટી ખોટ પડી, પદ્મશ્રી કવિ દાદ (KAVI  DAAD) નું નિધન થયું
FILE PHOTO
| Updated on: Apr 26, 2021 | 9:45 PM
Share

ગુજરાત અને ખાસ કરીને સોરઠના પ્રાચીન ચારણી સાહિત્ય ને આગવી ઢબે રજુ કરનાર દેવીપુત્ર કવિશ્રી દાદ બાપુ (KAVI DAAD) નું નિધન થયુંછે. ગુજરાતના ચારણી લોક સાહિત્યને ધબકતું રાખનાર અને ગુજરાતીઓ જેમના લખેલા ગૌરવવંતા ગીતો, કવિતાઓ અને ભજનો ગાઇ દુનિયા ગુંજવી રહી છે.

ગત 26 જાન્યુઆરીએ પદ્મશ્રી પુરસ્કાર અપાયો ગત પ્રજાસત્તાક પર્વ ની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુલ પાંચ ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ, ફિલ્મ કલાકાર સ્વ. મહેશ-નરશ કનોડિયા અને સાહિત્ય ક્ષેત્રે ચારણી સાહિત્યના કવિ શ્રી દાદ (KAVI DAAD) ને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢના બિલનાથ મંદિર પાસે રાજમોતી સોસાયટીમાં રહેતા 81 વર્ષની ઉંમરે પરિવાર સાથે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા.

પિતા તરફથી મળ્યો સાહિત્ય વરસો જૂનાગઢના રહેવાસી દાદુદાન પ્રતાપદાન ગઢવી કે જે બાદમાં કવિ દાદ (KAVI DAAD) તરીકે પ્રખ્યાત બન્યા તેમને સાહિત્યનો વારસો તેમના પિતા પ્રતાપદાન ગઢવી તરફ થી મળ્યો છે, પ્રતાપદાન ગઢવી એ જૂનાગઢના નવાબી હુકુમતમાં રાજકવિ હતા એટલે નવાબે તેમને વેરાવળનું ઈશ્વરીયા અને સાપર એમ બે ગામ ભેટમાં આપેલા હતા. કવિ દાદ ખેતી કરતા કરતા વારસામાં મળેલા સંસ્કારોને ઉજાગર કરતા રહ્યા.

ચારણી સાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કવિ શ્રી દાદે સોરઠી ચારણી સાહિત્યને જીવતું રાખવાનો ખુબજ પ્રયાસ કર્યો છે, અને તેનું પરિણામ આજે યોજાતા પ્રત્યેક ડાયરાઓમાં દેખાય આવે છે, કેમ કે કોઈ ડાયરો કે કોઈ કલાકાર એવો નહિ હોય જે કવિ શ્રી દાદની રચનાઓ ગાતા નહિ હોય. આમ તો કવિ શ્રી દાદે ૧૪-૧૫ વર્ષની ઉમરે કવિતા બનાવવાનું શરુ કર્યું હતું, તેમના મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો, અને ત્યાર પછી માતાજીની સ્તુતિ લખવાનું શરૂ કર્યું હતું અને ત્યાર પછી કવિ શ્રી દાદે સાહિત્ય ક્ષેત્રે ક્યારેય પાછું વાળીને જોયુંજ નથી.

કવિ શ્રી દાદનું સાહિત્ય-ફિલ્મ ક્ષેત્રે અમુલ્ય પ્રદાન કવિ શ્રી દાદની ઉતમ રચનાઓમાં ‘ટેરવા’ નામના આંઠ પુસ્તકો લખ્યા હતા, કવિશ્રી દાદે અત્યાર સુધીમાં 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી સુપર હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે.

1975 માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીના વિદાયનું ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છૂટી ગ્યો.. ‘અને ફિલ્મ શેઠ શગાળશા નું “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું” ગીત આજે પણ ખુબજ લોકપ્રિય છે. તે ઉપરાંત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું “કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું” પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે,.

1971 માં જયારે આજનું બાંગ્લાદેશ અને તે વખતનું પૂર્વ પાકિસ્તાન, પાકિસ્તાન સાથે થી જુદું પડ્યું બાંગ્લાદેશને ભારતે દરેક પ્રકારે સહાય કરી હતી અને પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું તે વખતે પણ કવિશ્રી દાદે દેશ માટે ખુબજ મહત્વનું કાર્ય કર્યું હતું તે સમયે કવિ શ્રી દાદે ‘બંગાળ બાવની’ નામના પુસ્તકમાં 52 કવિતાઓ ની રચનાઓ લખી હતી અને સરકારે લાખો નકલો છપાવીને દેશભરમાં વિતરણ કરી હતી. આ કામ બદલ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તત્કાલીન રાષ્ટ્રપતિ વી.વી.ગીરીએ કવિ શ્રી દાદનું સન્માન પણ કર્યું હતું.

કવિ શ્રી દાદને મળેલા પુરસ્કારો કવિ શ્રી દાદ (KAVI DAAD) ને અત્યાર સુધીમાં અનેક સન્માનો અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં “મેઘાણી સાહિત્ય એવોર્ડ”, “કવિ દુલા કાગ એવોર્ડ”, “હેમુ ગઢવી એવોર્ડ” નો સમાવેશ થાય છે, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ગુજરાતી સાહિત્યના એક વિદ્યાર્થીએ કવિશ્રી દાદ ઉપર પી.એચ.ડી. પણ કર્યું છે.

કવિશ્રી દાદ જૂનાગઢના ચોથા એવા વ્યક્તિ છે જેને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે અગાવ જૂનાગઢના દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી અને વલ્લભભાઈ મારવણીયાને આ સન્માન મળ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">