RAJKOTમાં ઓક્સિજન સિલિન્ડર ખૂટી પડ્યા, ઓક્સિજન રિફીલ લેવા લોકોની લાંબી કતારો

|

Apr 13, 2021 | 5:37 PM

RAJKOTમાં ઓક્સિજન સિલિન્ડર ખૂટી પડ્યા છે. ખાલી સિલિન્ડર AHMEDABAD, MUMBAI, BHAVNAGAR અને SURENDRANAGARથી મગાવવા પડી રહ્યા છે. જેનો ઓર્ડર લખાવ્યા બાદ બે મહિને ડિલિવરી મળશે.

RAJKOTમાં ઓક્સિજન સિલિન્ડર ખૂટી પડ્યા, ઓક્સિજન રિફીલ લેવા લોકોની લાંબી કતારો
ફાઇલ

Follow us on

RAJKOTમાં ઓક્સિજન સિલિન્ડર ખૂટી પડ્યા છે. ખાલી સિલિન્ડર AHMEDABAD, MUMBAI, BHAVNAGAR અને SURENDRANAGARથી મગાવવા પડી રહ્યા છે. જેનો ઓર્ડર લખાવ્યા બાદ બે મહિને ડિલિવરી મળશે. ખાલી બોટલમાં Oxygen ભરાવવા માટે લોકો સીધા Oxygen યુનિટ પર જ પહોંચવા લાગ્યા છે. જેને કારણે ત્યાં પણ લાંબી કતાર જોવા મળે છે. ખાલી બોટલમાં Oxygen રીફિલિંગ કરાવવા 8-8 કલાકની રાહ જોવી પડે છે. અમદાવાદ, સુરતના લોકો પણ Oxygen સિલિન્ડર લેવા માટે રાજકોટ આવી રહ્યા છે. દર્દીને ઝડપથી Oxygen મળી જાય તે માટે સ્વજનો ખુદ પોતે ટુ વ્હિલરમાં બેસીને લેવા માટે નીકળી પડે છે. હાલ રાજકોટમાં 100 થી વધુ દર્દીઓ Oxygen મેળવવાની રાહમાં છે અને પ્રાણવાયુ નહીં મળવાથી દર્દીઓના શ્વાસ રૂંધાઈ રહ્યા છે.

Oxygenનો વપરાશ વધ્યો

ઓક્સિજન સપ્લાયર વિજયભાઈએ જણાવ્યું હતું કે, હાલ હોસ્પિટલમાં જ Oxygen સપ્લાય કરવામાં આવે છે. અત્યારે રોજના 5 હજાર સિલિન્ડરની જરૂરિયાત છે. Oxygenની ખાલી બોટલ મેળવવામાં 3 મહિનાનું વેઈટિંગ છે. જેમને જરૂરિયાત છે તે ભાડેથી પણ લઈ જાય છે અને વેચાતો પણ લઈ જાય છે. 1.5 ક્યુબિક મીટર Oxygen સિલિન્ડરનો હાલનો ભાવ રૂ.143 છે. જેમાં 18 ટકા જીએસટી લાગે છે. આ સિવાય 7 ક્યુબિક મીટર Oxygen સિલિન્ડરનો ભાવ રૂ. 250 છે. 18 ટકા જીએસટી અલગથી વસૂલવામાં આવે છે. હાલ અત્યારે Oxygen સિલિન્ડરનો વપરાશ વધી રહ્યો છે પરંતુ તેને ટેસ્ટિંગ કરાવવાનો સમય પણ નથી મળતો. પહેલા રીફિલિંગ એક કલાકમાં થઇ જતું હતું તેના બદલે હવે 8-8 કલાકનો સમય લાગે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભાડે મેળવવા માટે સવારથી જ લાઈન લાગી જાય છે

RAJKOTમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા Oxygen સિલિન્ડર ભાડે આપવામાં આવી રહ્યા છે.જ્યાં Oxygen સિલિન્ડર મેળવવા માટે સવારથી જ લોકોની લાઈન લાગે છે અને રાત્રિના સમયે પણ લોકો આવે છે. ધુળેટીના બીજા દિવસથી આવી Oxygenની તંગી સર્જાઈ હોવાનું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય જણાવે છે. સોમવારે આખો દિવસ ખાલી સિલિન્ડર નહિ આવતા Oxygen લેવા આવનારને ખાલી હાથે મોકલવા પડ્યા હતા.

11 હજાર સુધીનો ભાવ વસૂલાય છે
RAJKOTમાં અલગ અલગ સંસ્થા અને ઓક્સિજન સપ્લાયર Oxygenના સિલિન્ડર ભાડે આપી રહી છે. લોકો સમયસર ખાલી સિલિન્ડર આપી જાય અને બીજા દર્દીને મુશ્કેલી ન પડે તે માટે ડિપોઝિટ પેટે રૂ. 4 હજારથી લઇને રૂ. 11 હજાર સુધીના રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.

Next Article