વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ

|

Jul 09, 2019 | 2:17 PM

વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણથી પીડાતો હોવાનો ખુલાસો થયો છે. વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં કુપોષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નોમાં આ વાતનો ખુલાસો થયો છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવા છતાં તેનું નક્કર […]

વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ

Follow us on

વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણથી પીડાતો હોવાનો ખુલાસો થયો છે. વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં કુપોષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નોમાં આ વાતનો ખુલાસો થયો છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવા છતાં તેનું નક્કર પરિણામ મળતું નથી.

આ પણ વાંચોઃ VIDEO: જૂનાગઢ, અમરેલી અને ધાનેરા સહિત ગુજરાતની આ 10 પાલિકામાં ભાજપનો વિજય

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વર્ષ 2018માં 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષિત હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. આમ લગભગ 17 મહિનામાં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 36 હજાર 204નો વધારો થયો છે. આ બાળકો પૈકી અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 24,101 છે. જ્યારે સૌથી વધુ કુપોષિત બાળકોની સંખ્યા દાહોદ જિલ્લામાં 14,991 છે. જ્યારે નર્મદા જિલ્લામાં 12,673 બાળકો કુપોષણનો શિકાર છે. નોંધનીય છે કે કુપોષિત બાળકોની સંખ્યામાં ઓછા વજન વાળા બાળકોની સંખ્યા 1 લાખ 18 હજાર 41 છે. જ્યારે અતિ ઓછા વજનવાળા બાળકો 24,101 નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો કુપોષણ પર લાંબી ચર્ચા પર મુખ્યપ્રધાને ગૃહમાં નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં કુપોષણ દૂર થાય અને મજબૂત સમાજ બને એ જરૂરી છે. જેને ઝુંબેશને રીતે ચલાવવી જોઈએ. ગુજરાતને કુપોષણ મુક્ત કરવુ જરૂરી છે અને આ માટે શૈલેષ પરમાર, નિરંજન પટેલના સૂચન આવકાર્ય છે. જેને સરકાર ચોક્કસથી ધ્યાનમાં લેશે તેવુ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

[yop_poll id=”1″]

Next Article