ગ્રેજ્યુએટ યુવકે હળદરની ઓર્ગેનિક ખેતીથી કર્યો લાખોનો નફો, વાંચો તેની સફળવાર્તા

|

Nov 30, 2020 | 8:34 PM

બોટાદના સારંગપુર ગામમાં રહેતા 30 વર્ષીય યુવક ભાવિક ખાચર છેલ્લા 6 વર્ષથી હળદરની જૈવિક ખેતી કરે છે. હળદરની ખેતીની સાથે પ્રોસેસિંગ દ્વારા પાવડર બનાવી સારો નફો મેળવી રહ્યા છે. બી.એ. સુધીનો અભ્યાસ કરનાર ભાવિકના પિતા પહેલા કપાસનું વાવેતર કરતા અને રાસાયણિક પદ્ધતિ દ્વારા ખેતી કરતા હતા. તેઓએ ઓર્ગેનિક ખેતીની માહિતી મેળવી જાણ્યું કે જમીનને નુકસાન […]

ગ્રેજ્યુએટ યુવકે હળદરની ઓર્ગેનિક ખેતીથી કર્યો લાખોનો નફો, વાંચો તેની સફળવાર્તા

Follow us on

બોટાદના સારંગપુર ગામમાં રહેતા 30 વર્ષીય યુવક ભાવિક ખાચર છેલ્લા 6 વર્ષથી હળદરની જૈવિક ખેતી કરે છે. હળદરની ખેતીની સાથે પ્રોસેસિંગ દ્વારા પાવડર બનાવી સારો નફો મેળવી રહ્યા છે. બી.એ. સુધીનો અભ્યાસ કરનાર ભાવિકના પિતા પહેલા કપાસનું વાવેતર કરતા અને રાસાયણિક પદ્ધતિ દ્વારા ખેતી કરતા હતા. તેઓએ ઓર્ગેનિક ખેતીની માહિતી મેળવી જાણ્યું કે જમીનને નુકસાન પહોંચાડ્યા વગર સારું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય.

આ પણ વાંચો: એન્જિનિયર મહિલાએ મશરૂમની ખેતીથી કરી લાખોની કમાણી, જાણો કેવી રીતે?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હળદરના વાવેતર માટે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત પાસેથી હળદર ખરીદી કરી પોતાના ખેતરમાં ગાયના છાણ અને ગૌમૂત્રથી જીવામૃત બનાવ્યું. તેઓ જીવામૃત બનાવતા શીખ્યા સાથે વેસ્ટ ડિકોમ્પોઝર પણ બનાવ્યું. ભાવિક કહે છે કે હળદરની વાવણી મે માસના અંતમાં અને જૂનના પ્રારંભમાં થાય છે. હળદરની ખેતીમાં ખેડુતોએ પાણીના સંચાલન પર વિશેષ ધ્યાન આપવું પડશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાવિક જૈવિક પદ્ધતિ દ્વારા ખેતી કરતા ખેડૂતના ગૃપમાં જોડાયા અને તેના દ્વારા તેઓને ઈઝરાઇલ જવાની તક મળી. ઈઝરાઇલના ખેડૂતો પાસેથી તેઓ પ્રોસેસિંગ વિશે શીખ્યા. પ્રોસેસિંગ માટે તેમણે ‘સારંગ ફાર્મ’ નામ નોંધાવી ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવી અને હળદરમાં પ્રોસેસિંગ શરૂ કર્યું. શરૂઆતમાં તેણે એક ક્વિન્ટલ હળદરનો પાવડર તૈયાર કર્યો અને વેચાણ માટે એક સ્ટોલ શરૂ કર્યો. કેટલાક લોકોએ સ્ટોલમાંથી ખરીદી કરી અને કેટલાકે રૂબરૂ સંપર્ક કર્યો. છેલ્લાં બે વર્ષથી તેઓ 5 ટન જેટલો હળદર પાવડર બનાવી વેચાણ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગાય આધારિત ખેતી કરતા હોવાથી એક વીઘામાં 5-6 હજારના ખર્ચ સામે 40-45 હજાર રૂપિયાનો નફો થાય છે. ભાવિક હાલ 50 વિઘામાં હળદરની ખેતી કરે છે. આ સિવાય તે દાડમની પણ ખેતી કરે છે. અન્ય ગામના ખેડુતો તેમની ખેતી જોવા અને સમજવા માટે તેમના ફાર્મ પર આવી રહ્યા છે.

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article