પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, આર્મીમાંથી હાંકી કઢાયેલા વિધર્મી યુવકે હિન્દુ ઓળખ ઉભી કરી અનેક યુવતીઓને ફસાવી

|

Sep 15, 2024 | 1:56 PM

અમદાવાદ રેલવે પોલીસ એક બેગ ચોરીના આરોપીને પકડી પાડયો હતો. જેની પૂછપરછ કરતા જે હકીકતો સામે આવી તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક બેગ ચોર આરોપીની પૂછપરછમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી સ્ટોરી સામે આવી હતી. આરોપીએ જણાવેલી હકીકતોને આધારે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, આર્મીમાંથી હાંકી કઢાયેલા વિધર્મી યુવકે હિન્દુ ઓળખ ઉભી કરી અનેક યુવતીઓને ફસાવી

Follow us on

અમદાવાદ રેલવે પોલીસ એક બેગ ચોરીના આરોપીને પકડી પાડયો હતો. જેની પૂછપરછ કરતા જે હકીકતો સામે આવી તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક બેગ ચોર આરોપીની પૂછપરછમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી સ્ટોરી સામે આવી હતી. આરોપીએ જણાવેલી હકીકતોને આધારે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એક યુવકે બેગની ચોરી કરી હતી. ત્યારે ચોરી થયેલી બેગના માલિકે રેલવે પોલીસના પોતાની બેગ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રેલવે પોલીસે તપાસ કરતા હર્ષિત ચૌધરી નામનો વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસને હર્ષિત ચૌધરી પાસેથી આર્મીનું ઓળખપત્ર, આધાર અને પાનકાર્ડ મળી આવ્યા હતાં. રેલવે પોલીસે હર્ષિત ચૌધરીની પૂછપરછ કરતા તે અમુક સવાલોના યોગ્ય રીતે જવાબો આપી શક્યો નહી જેથી પોલીસને શંકા જતા વધુ તપાસ કરવામાં આવી હતી. જેમાં બેગ ચોર આરોપી હર્ષિત જે હકીકતો જણાવી તે ખૂબ ચોકાવનારી હતી.

શું છે આરોપીની હકીકત

પોલીસે હર્ષિત ચૌધરીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે હર્ષિત ચૌધરી અગાઉ આર્મીના નોકરી કરતો હતો. વર્ષ 2015 થી 2024 સુધી તે આર્મીમાં જમ્મુ કાશ્મીર, સિલિગુડી, ગુજરાત, મુંબઈ, દિલ્લી, અલીગઢ સહિત અલગ અલગ જગ્યાઓ પર નોકરી કરી હતી. જે બાદ તેને બે ત્રણ મહિના પહેલા જ મેડિકલ ગ્રાઉન્ડને આધારે આર્મીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જોકે હર્ષિત ચૌધરી 10 પાસ જ છે પણ તેણે સ્પોર્ટ્સ કોટા માંથી આર્મીમાં નોકરી મેળવી હતી. હર્ષિત ચૌધરીનો ઉતરપ્રદેશનાનાં અલીગઢનો રહેવાસી છે અને તેનું અસલી નામ હર્ષિત નહિ પણ મહોમદ શહેબાઝ છે. મહોમદ શહેબાઝનાં પિતા નિવૃત્ત આર્મીમેન છે જ્યારે તેનો ભાઈ એરફોર્સમાં નોકરી કરે છે. મહોમદ શહેબાઝ અલીગઢમાં તેના પરિવાર અને પત્ની તેમજ બે બાળકો સાથે રહેતો હતો.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

આ સમગ્ર હકીકત સામે આવતા રેલવે પોલીસના અધિકારીઓને હર્ષિત ચૌધરી એટલેકે મહોમદ ઉપર વધુ શંકા હવા લાગી હતી. કેમકે જો આ ચોરી કરનાર યુવકનું નામ ડોક્યુમેન્ટમાં હર્ષિત ચૌધરી છે તો તેના અલીગઢ ખાતેના ઓરીજનલ ડોક્યુમેન્ટનાં મહોમદ સેહબાઝ છે. જેની તપાસમાં સામે આવ્યું કે હકીકતમાં મહોમદ શહેબાદ તેનું અસલી નામ બદલી હર્ષિત ચૌધરી કરી નાખ્યું હતું.

કઈ રીતે પોતાની ઓળખ છૂપાવી

હર્ષિતને એક આધારકાર્ડ મળ્યું હતું જેમાં તેણે છેડછાડ કરી તે રાજસ્થાનનાં ભરતપુરમાં રહેતો હોવાની માહિતી સાથેનું નવું આધારકાર્ડ બનાવડાવ્યું હતું અને આધાર કાર્ડ બાદ પાનકાર્ડ સહિતના નકલી ડોક્યુમેન્ટ બનાવડાવ્યા હતા. હર્ષિત ચૌધરીએ ખોટા ડોક્યુમેન્ટને આધારે બેંકમાં પણ ખાતું ખોલાવી બેન્ક વ્યવહાર ઉપરાંત ફ્લાઇટ કે રેલવે માં પણ અવરજવર કરી રહ્યો હતો. જેથી હવે બેન્ક દ્વારા પણ હર્ષિત ચૌધરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મુસ્લિમ હોવા છતાં શા માટે હિન્દુની ઓળખ ઊભી કરી

પોલીસે આરોપી મહોમદ શેહબાઝને પોતે મુસ્લિમ હોવા છતાં પોતાની ઓળખ હિન્દુ તરીકેની આપી હર્ષિત ચૌધરી નામ રાખવા બાબતે પૂછપરછ કરતા સામે આવ્યું કે તેણે પૈસાદાર મહિલાઓ અને યુવતીઓને વિશ્વાસમાં લઇને પૈસા પડાવવા માટે સમગ્ર કૌભાંડ કર્યું હતુ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે હર્ષિત ચૌધરીએ અત્યાર સુધી 15 જેટલી હિન્દુ યુવતી અને મહિલાઓ સાથે વિશ્વાસ કેળવી તેની સાથે શારીરિક સંબંધો રાખ્યા હતા અને પૈસાની લેતીદેતી પણ કરી હતી.

હર્ષિત ચૌધરીએ shaadi.com એપમાં પણ પોતે પરણિત અને મુસ્લિમ હોવાં છતાં હિન્દુ તરીકેની ઓળખ આપી તેમજ આર્મીમેનની પોતાનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં પોતાની ઓળખ આર્મીના મેજર તરીકે આપી હતી જેના આધારે પૈસાદાર મહિલાઓ કે યુવતીઓ સાથે સંપર્ક કરતો હતો. હર્ષિત આ મહિલાઓ સાથે વાતચીત કરતો હતો અને બાદમાં પૈસાની લેતી દેતી શરૂ કરતો હતો. મહિલાને પૈસાની જરૂર હોય તો હર્ષિત તેને પૈસા આપી વિશ્વાસ મેળવતો હતો અને અમુક કિસ્સામાં હર્ષિતને પોતાને પૈસાની જરૂર છે તેમ કહી મહિલાઓ પાસેથી પૈસા મેળવતો હતો. પોલીસને હર્ષિતનાં બેન્ક એકાઉન્ટની તપાસમાં અલગ અલગ એકાઉન્ટ માંથી થયેલા 50 લાખ નાં ટ્રાંજેક્સન મળી આવ્યા છે.

કઈ રીતે યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો

રેલવે પોલીસે હર્ષિત ચૌધરીને મહિલાઓ અને યુવતીઓમાં સંપર્ક વિશે પૂછતા સામે આવ્યું કે હર્ષિત અત્યાર સુધી હિન્દુ યુવતીઓને જ ટાર્ગેટ કરી તેની સાથે સબંધ બનાવી પૈસા પડાવ્યા છે. હર્ષિત ચૌધરીએ અલીગઢ, દિલ્લી, મુંબઈ, ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં પોતાના સંપર્કમાં આવેલા લોકો તેમજ shaadi.com પરથી યુવતીઓના સંપર્કમાં આવતો હતો. જોકે અત્યાર સુધી હર્શિતની હકીકત તેના ખુદ સિવાય કોઈને ખબર પડવા દીધી હતી નહિ. પોલીસ જ્યારે હર્ષિતની બેગ ચોરી બાબતે પૂછપરછ કરી રહી હતી ત્યારે તેના ફોનમાં બે થી ત્રણ અલગ અલગ યુવતીઓમાં ફોન આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે તપાસ કરતા હર્ષિતનાં પરિવારને પણ હર્ષિત કારનામાં વિશે ખબર હતી નહીં. હર્ષિત 15 જેટલી મહિલાઓ સાથે સબંધ ધરાવતો હતો. જેમની મોટાભાગની મહિલા સાથે હર્ષિત આર્થિક વ્યવહારો કરેલા હતાં.આ ઉપરાંત હર્ષિત મહિલાઓને લગ્ન કરવા સુધીની લાલચ આપી હતી. જેમાંથી એક કે બે મહિલા લગ્ન કરવા સ્વીકારતા હર્ષિત મહિલાના પરિવારને પણ મળ્યો હતો. જોકે મહિલાનો પરિવાર હર્ષિતના પરિવારને મળવાનું કહેતા હર્ષિત અલગ અલગ બહાના બનાવતો હતો. હર્ષિત ચૌધરી એ એક મહિલાને પોતાની બહેન બનાવી છે. જેના થકી હર્ષિત લગ્ન માટે તૈયાર મહિલાના પરિવાર સાથે વાતચીત પણ કરાવતો હતો.

હર્ષિત ચૌધરી જ્યારે આર્મીમાં હતો. ત્યારે તે આર્મી કેન્ટીન ખાતે ફરજ બજાવતો હતો. જેથી તે આર્મીના બેઝ તેમજ રેન્ક વિશે માહિતગાર હતો અને ત્યાંથી જ તેને અધિકારીના બેઝ અને રેન્ક મેળવી આર્મી ડ્રેસ પર લગાડી પોતાની ઓળખ આર્મી અધિકારી તરીકે આપતો હતો. હર્ષિત વિરૂદ્ધ પોતે મુસ્લિમ હોવાં છતાં એક હિંદુ મહિલાને લગ્નેતર સંબંધ બાંધ્યા હતા જેથી તેના વિરૂદ્ધમાં અલીગઢમાં બનનાદેવી પોલીસ મથકમાં દુષ્કર્મ અને ઠગાઈનો ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત અમદાવાદ ખાતે બે ગુના નોંધાયા છે. સમગ્ર હકીકત સામે આવતા હવે રેલવે પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. હર્ષિત મુસ્લિમ હોવા છતાં હિન્દુ યુવતીઓ સાથે સંપર્ક રાખી વિશ્વાસ કેળવી પૈસા પણ પડાવતો હતો જેથી પોલીસ હવે આ કેસમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિ સાથે હર્ષિત સંકળાયેલો છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત જે પણ મહિલાઓ હર્ષિત નાં સંપર્કમાં હતી તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Published On - 1:32 pm, Sun, 15 September 24

Next Article