ઓનલાઈન જોબ પોર્ટલે સુરતના 200 બેરોજગાર રત્નકલાકારોને અપાવી રોજગારી

|

Oct 02, 2020 | 4:10 PM

કોરોનાને કારણે સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ સૌથી વધુ અસર પામ્યા હતા. જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ડાયમંડ ઉદ્યોગની હતી. લોકડાઉનને કારણે, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળયેલા કારીગરો બેરોજગાર બન્યા. જો કે સુરત અને યુએસ સ્થિત ડાયમંડ ઉદ્યોગકાર દ્વારા બેરોજગાર બનેલા, ડાયમંડના કારીગરો માટે ઓનલાઈન જોબ પોર્ટલ બનાવ્યું હતું. જેના થકી અત્યાર સુધીમાં 200 જેટલા બેરોજગાર […]

ઓનલાઈન જોબ પોર્ટલે સુરતના 200 બેરોજગાર રત્નકલાકારોને અપાવી રોજગારી

Follow us on

કોરોનાને કારણે સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ સૌથી વધુ અસર પામ્યા હતા. જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ડાયમંડ ઉદ્યોગની હતી. લોકડાઉનને કારણે, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળયેલા કારીગરો બેરોજગાર બન્યા. જો કે સુરત અને યુએસ સ્થિત ડાયમંડ ઉદ્યોગકાર દ્વારા બેરોજગાર બનેલા, ડાયમંડના કારીગરો માટે ઓનલાઈન જોબ પોર્ટલ બનાવ્યું હતું. જેના થકી અત્યાર સુધીમાં 200 જેટલા બેરોજગાર રત્ન કલાકારોને સન્માનજનક પગાર સાથેની નોકરી આપવામાં આવી.

તેવામાં સુરત અને યુએસના ડાયમંડ ઉધોગકારોના ગ્રુપ દ્વારા બેરોજગાર રત્નકલાકારો માટે ખાસ ઓનલાઈન વેબ પોર્ટલ હાલ આવા કારીગરો માટે આશિર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરિયર ડાઉન્ડેશન નામની આ સંસ્થાએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હીરાઉધોગ સાથે જોડાયેલા લોકો અને તેમના પરિવાર માટે આ ઓનલાઈન જોબ વેબપોર્ટલ શરૂ કરી હતી. જેને શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ રત્નકલાકારો અને ડાયમંડ યુનિટ માલિકો વચ્ચે સેતુ બનવાનો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જે લોકો ઓનલાઈન જોબ માટે એક્સેસ નથી કરી શકતા તેઓ માટે આ સંસ્થાએ એક અલાયદો નંબર પણ જાહેર કર્યો છે. એવા અસંખ્ય કારીગરો છે જે આ લોકડાઉનમાં બેરોજગાર થયા છે, જેમને નોકરીની બહુ જરૂર છે. તો બીજી તરફ એવા ડાયમંડ યુનિટો પણ છે જેમને કુશળ રત્નકલાકારો જોઈએ છે. જોકે આ બંને વચ્ચે બહુ મોટો ગેપ છે, જેને દૂર કરવાનું કામ તેઓ હાલ કરી રહ્યા છે.

છેલ્લા એક મહિનામાં 36 જેટલી ડાયમંડ કંપનીઓએ રત્નકલાકારોની રિકવારમેન્ટની ઓફર મૂકી છે, જેની સામે 400 ડાયમંડ વર્કરોએ જોબ પોર્ટલ માટે રજીસ્ટર પણ કર્યું છે. અત્યારસુધી 200 જેટલા કારીગરોનો બેરોજગારીનો પ્રશ્ન હલ પણ થઈ ગયો છે.

એકતરફ બેરોજગરીના કારણે રત્નકલાકારો સહિત ઘણા લોકો નાસીપાસ થઈને આત્મહત્યા સુધીના અઘટિત પગલાં ભરી રહ્યા છે તેવામાં આ જોબ પોર્ટલ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. ખાસ કરીને એવા રત્નકલાકારો માટે જેઓ મહિનાઓથી નોકરી માટે ઠોકરો ખાઈ રહ્યા હતા.

આ સંસ્થાએ આ લોકડાઉનમાં નાસીપાસ થઈને આત્મહત્યા કરતા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ પણ કરી છે. પણ હવે કોઈ આ દિશામાં વિચારીને આવા પગલાં ન ભરે તે આશયથી આ જોબ પોર્ટલ ઉપયોગી સાબિત થઈ રહી છે..

આ પણ વાંચોઃ“બાપુ”ની સુરત સાથેની યાદગીરી સમેટાઈ એક પુસ્તકમાં, મેયરના હસ્તે કરાયું વિમોચન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article