Vijayadashami Shastra Puja : CM ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીએ કર્યું શસ્ત્રપૂજન, નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ પરંપરા આગળ ધપાવી

અસત્ય પર સત્યના વિજય સ્વરૂપ ઉજવાતા વિજયાદશમીએ, ગુજરાતમાં શસ્ત્રોનું પૂજન કરવાની પરંપરા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલા મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, પણ તેમની સુરક્ષા કરતા પોલીસ અધિકારીઓ સાથે શસ્ત્ર પૂજન કર્યું હતું. ગુજરાતમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે વિજયાદશમી પર્વે, સીએમ હાઉસ ખાતે શસ્ત્રપૂજન કરવાની શરૂઆત કરી હતી. જે એક પરંપરા તરીકે તેમના બાદના બધા મુખ્ય પ્રધાને આગળ ધપાવી છે.

| Updated on: Oct 20, 2026 | 2:48 PM
1 / 7
અસત્ય પર સત્યના વિજયના પ્રતીક આ વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજનની પરંપરા દ્વારા તેમણે શસ્ત્ર અને શાસ્ત્રની રક્ષા તથા તેના મહત્ત્વને ઉજાગર કર્યું હતું.

2 / 7
મુખ્ય પ્રધાને પોતાની સુરક્ષા-સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પૂજન કર્યું હતું અને તમામ સુરક્ષાકર્મીઓને વિજયાદશમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

3 / 7
આ પ્રસંગે મુખ્ય પ્રધાને સુરક્ષાકર્મીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં ફરજ, કર્તવ્યભાવના અને કર્મયોગના મહત્ત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી.

4 / 7
રક્ષા અને સુરક્ષાનું દાયિત્વ નિભાવવાની સાથે સંવેદના, કરુણા અને સત્કર્મોની ભાવના જાળવી રાખીને કર્તવ્યપથ પર અવિરત કાર્યરત રહેવું એ જ સાચો કર્મયોગ અને ફરજનિષ્ઠા છે. કર્તવ્યપાલન સાથે માનવીય મૂલ્યોનું જતન અને સત્કર્મો દ્વારા આધ્યાત્મિક ઉન્નતિનો વિચાર પણ જીવનમાં એટલો જ મહત્ત્વનો છે.

5 / 7
મુખ્ય પ્રધાનની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળતા પોલીસ અધિક્ષક તેજસ પટેલે શસ્ત્રપૂજનના અવસરે મુખ્ય પ્રધાનનું સ્વાગત કર્યું હતું.

6 / 7
 મુખ્ય પ્રધાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકો પોલીસ ઇન્સ્પેક્ટરો, પોલીસ સબ-ઇન્સ્પેક્ટરો, કમાન્ડોઝ તથા વાહનચાલકો સહિતના સુરક્ષાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શસ્ત્રપૂજનમાં સહભાગી થયા હતા.

7 / 7
મુખ્ય પ્રધાન નિવાસસ્થાને વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજન કરવાની આ પરંપરા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે શરૂ કરાવી હતી, જે આજે પણ પરંપરાગત શ્રદ્ધા અને કર્તવ્યનિષ્ઠાની ભાવના સાથે જાળવી રાખવામાં આવી રહી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.