રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો, કુલપતિની ચેમ્બરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

|

Dec 13, 2019 | 2:13 PM

ફરી એકવાર વિવાદોમાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIએ હોબાળો મચાવ્યો હતો. કુલપતિની ચેમ્બરમાં NSUIના કાર્યકરોએ ધસી જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. મુદ્દો હતો ગોંડલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સામે રોષનો. NSUIનો આરોપ છે કે, પૂર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગોંડલની એમ.બી. આર્ટ્સ કોલેજ પરીક્ષા દરમિયાને ડમી વિદ્યાર્થી બેસાડ્યો હતો. જે બાદ અલ્પેશ સામે […]

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો, કુલપતિની ચેમ્બરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

Follow us on

ફરી એકવાર વિવાદોમાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIએ હોબાળો મચાવ્યો હતો. કુલપતિની ચેમ્બરમાં NSUIના કાર્યકરોએ ધસી જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. મુદ્દો હતો ગોંડલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સામે રોષનો. NSUIનો આરોપ છે કે, પૂર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગોંડલની એમ.બી. આર્ટ્સ કોલેજ પરીક્ષા દરમિયાને ડમી વિદ્યાર્થી બેસાડ્યો હતો. જે બાદ અલ્પેશ સામે ફોજદારી ફરિયાદ નોંધવાની NSUIએ માગ કરી છે.. અને તે માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

આ પણ વાંચોઃ ધોરણ-10 પાસ માટે પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરીની તક, જાણો કેવી રીતે કરશો અરજી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

NSUIના વિરોધ પ્રદર્શન બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મોટી બેદરકારી પણ સામે આવી છે. ઢોલરિયાનો બચાવ કરવા માટે NSUI સામે યુનિવર્સિટી સત્તાધીશોએ CCTV જાહેર કર્યા. 3 તારીખે લેવાયેલી પરીક્ષાના CCTVમાં માત્ર ડમી વિદ્યાર્થી જ નહીં. પરંતુ 3થી 4 અન્ય વિદ્યાર્થીઓ પણ બેફામ ચોરી કરતાં નજરે પડ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વિદ્યાર્થીઓ બેફામ પુસ્તકો અને કાપલીમાં જોઈને પેપર લખી રહેલા નજરે પડી રહ્યા છે. જેમને કોઈ ન રોકી રહ્યું છે. કે, ન કોઈએ પરીક્ષા બાદ કાર્યવાહી કરી છે. ત્યારે આ સમગ્ર મામલે હવે NSUIના કાર્યકરો પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article