CORONA સામે હવે તો સ્વંય જાગૃત થઇએ, ગુજરાતમાં અનેક ઠેકાણે સ્વંયભૂ LOCKDOWN

|

Apr 23, 2021 | 4:15 PM

CORONA મહામારીએ રાજયભરમાં હાલ પ્રકોપ પાથર્યો છે. ત્યારે અન્ય રાજયોમાં તો રાજય સરકારે લોકડાઉન આપી દીધું છે. પરંતુ, ગુજરાતમાં લોકડાઉનને લઇને કોઇ જ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી.

CORONA સામે હવે તો સ્વંય જાગૃત થઇએ, ગુજરાતમાં અનેક ઠેકાણે સ્વંયભૂ LOCKDOWN
File Image

Follow us on

CORONA મહામારીએ રાજયભરમાં હાલ પ્રકોપ પાથર્યો છે. ત્યારે અન્ય રાજયોમાં તો રાજય સરકારે લોકડાઉન આપી દીધું છે. પરંતુ, ગુજરાતમાં લોકડાઉનને લઇને કોઇ જ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી. જેને લઇને અનેક વેપારી સંગઠનો અને એસોસિયેશનોએ સ્વંયભૂ બંધનું એલાન આપ્યું છે. સ્વંય જાગૃતિ કેળવીને રાજયનાં અનેક શહેરોમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તે છે. અને, આ બંધમાં વેપારીઓની સાથે લોકો પણ સ્વૈચ્છિક રીતે જોડાયા છે. આજે કયાં શહેરોમાં કંઇ જગ્યાએ સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો તેની વિગતવાર વાત કરીએ.

સુરતમાં આંગડીયા પેઢીઓએ પાળ્યું બંધ

સુરતમાં આજથી તમામ આંગડીયા પેઢી સ્વંયભૂ બંધમાં જોડાઇ હતી. અને, સુરતમાં આંગડીયા પેઢી 2 મેં સુધી સ્વૈચ્છિક બંધ પાળશે. કોરોના મહામારીને કારણે મહારાષ્ટ્રમાં લોકડાઉનની જાહેરાત કરાઇ છે. જેને સુરતમાં પણ બંધ રહેશે. આ નિમિતે ઘણા આંગડીયા કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેથી કોરોના સંક્રમણની ચેઇનને તોડવામાં આંગડીયા પેઢીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે બંધનું એલાન અપાયું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કચ્છના વિવિધ શહેરોમાં પણ સ્વૈચ્છિક લૉકડાઉન

કચ્છ જિલ્લામાં પણ કોરોનાની વિકટ પરિસ્થિતિ ઉદભવી છે. જેથી અંજાર, મુન્દ્રા, ભૂજમાં 3 દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન અપાયું છે. કોરોનાના સંક્રમણને પગલે લોકો જાગૃત બન્યા છે. અને, જેની અસર બજારો પર જોવા મળી છે. જેમાં ભૂજના મુખ્ય બજારમાં બંધની વ્યાપક અસર જોવા મળી છે. માંડવીમા પણ આવતીકાલથી 5 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન અપાયું છે. આ બંધમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના વેપાર-ધંધા બંધ રહ્યાં છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ બંધની અસર જોવાઇ
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર અને મોટાભાગના તાલુકાઓમાં સ્વૈચ્છિક જનતા કરફ્યૂ જોવા મળ્યો છે. જેમાં આજથી પાંચ દિવસ માટે પાલનપુર સંપૂર્ણ બંધ રહેશે. તો જિલ્લાના અન્ય શહેરો જેવા કે ધાનેરા, દિયોદર, અમીરગઢ, વડગામ, થરાદ પંથકમાં સજ્જડ બંધ જોવા મળ્યો છે. કોરોનાના વધતા કેસના કારણે તંત્ર અને વેપારીઓનો સ્વૈચ્છિક નિર્ણય છે.

ગોધરા શહેરમાં બજારો સંપૂર્ણ બંધ
તો ગોધરા શહેરમાં પણ આજથી ત્રણ દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન અપાયું છે. વેપારી મંડળો અને તંત્રની પરસ્પર સંમતિથી આ લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં નિર્ણય કરાયો છેકે તારીખ 26 એપ્રિલે આંશિક બજારો ખુલશે. 26 એપ્રિલથી 5 મે સુધી આંશિક લોકડાઉન અમલી રહેશે. 26 એપ્રિલથી 5 મે સુધી બપોરના 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે.

Published On - 3:53 pm, Fri, 23 April 21

Next Article