AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પાણી નહીં તો વોટ નહીં, ભાજપ-કોંગ્રેસ લડતાં રહ્યાં અને માલપુરના નાથાવાસના ગ્રામજનોએ ચૂંટણીનો જ બહિષ્કાર જાહેર કરી દીધો

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામમાં પીવાના પાણીની તંગીને લઇ ગ્રામજનો એ આગામી 23 એપ્રિલ ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગામમાં રાજકીય પાર્ટીને પ્રવેશ બંધીના બેનર લગાવી દીધા છે. હજુ તો ઉનાળા ની શરૂઆત છે ત્યારે ઠેર ઠેર પીવાના પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે, ત્યારે માલપુર તાલુકાના 4000 વસ્તી ધરાવતા નાથવાસ […]

'પાણી નહીં તો વોટ નહીં, ભાજપ-કોંગ્રેસ લડતાં રહ્યાં અને માલપુરના નાથાવાસના ગ્રામજનોએ ચૂંટણીનો જ બહિષ્કાર જાહેર કરી દીધો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 03, 2019 | 1:54 PM

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામમાં પીવાના પાણીની તંગીને લઇ ગ્રામજનો એ આગામી 23 એપ્રિલ ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગામમાં રાજકીય પાર્ટીને પ્રવેશ બંધીના બેનર લગાવી દીધા છે.

હજુ તો ઉનાળા ની શરૂઆત છે ત્યારે ઠેર ઠેર પીવાના પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે, ત્યારે માલપુર તાલુકાના 4000 વસ્તી ધરાવતા નાથવાસ ગામે પીવાના પાણીની ખુબજ તંગી વર્તાઈ રહી છે. ઉનાળો તો હાલ શરૂ થયો પરંતુ છેલ્લા એક મહિના થી ગ્રામજનો પીવાના પાણી માટે ભારે રઝળપાટ કરી રહ્યા છે.

ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો

ચાલુ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે જેના કારણે બોરકૂવાના તળ નીચા ઉતરી ગયા છે. ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી પીવાનું પાણી લેવા દૂર દૂર સુધી જવું પડે છે. ગામ આસપાસના તળાવો પણ સુકાઈ જવા પામ્યા છે. હાલ ગ્રામજનોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેને લઇને સ્થાનિકોએ હવે ચુંટણીનો બહિષ્કાર જાહેર કરી દીધો છે.

સ્થાનિક પંકજ ભાઈ ખાંટ કહે છે કે છેલ્લા એકાદ માસ થી ગામના લોકો પાણી માટે સમસ્યા ભોગવી રહ્યા છે અને ચાલુ સાલે વરસાદ પણ ઓછો વરસ્યો હોવાને લઇને બોરકુવાના તળ પણ નીચા ઉતરી ગયા છે. પીવાના પાણી માટે દૂર સુધી આમ તેમ ભટકવુ પડે છે અને આસપાસના તળાવો પણ સુકાયેલા હોઇ પશુઓને પણ સમસ્યા વર્તાઇ રહી છે.

આ પણ વાંચો : 10 વર્ષનો છોકરો વાસ્તવિક જીવનામાં બન્યો ‘દેવનો રૂપ’, મરઘીના બચ્ચાં પર સાયકલ ચઢાવી દીધી તો જાતે જ લઈને દોડ્યો હોસ્પિટલ, મરઘીનું બચ્ચું જીવ્યું કે બચ્યું ?

ગામ માં જળસંચય દ્વારા તળાવો ઊંડા કરી નર્મદાનું પાણી લાવવાની નેતાઓ અને અધિકારીઓ વાતો કરતા હતા પરંતુ એમાનું કંઇ પણ હાલ સુધી શક્ય બન્યું નથી અને પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે. જેથી ગ્રામજનોએ કંટાળીને હેન્ડપમ્પ પાસે માટલા ફોડ્યા હતા અને પાણી નહીં તો વોટ નહીં ના સુત્રોચ્ચાર કર્યા હતા. કોઈપણ રાજકીય પક્ષે ગામમાં પ્રવેશવું નહીં ના બેનર લગાવ્યા છે. આમ એક તરફ ચુંટણીનો પ્રચાર હવે જોશભેર રાજકીય પક્ષોએ શરુ કર્યો છે ત્યાં જ હવે રાજકીય પક્ષોએ ચુંટણીમાં પોતાની નારાજગી દર્શાવતા. હવે રાજકીય પક્ષો માટે પણ મુંઝવણ સર્જતી આવી સમસ્યાઓ સામે આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault controls=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">