VIDEO: રાજકોટમાં ડેન્ગ્યુ વકર્યો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાટલા ખૂટી પડ્યા

|

Oct 17, 2019 | 10:08 AM

  રાજકોટમાં ડેન્ગ્યુ એ હદે વકર્યો છે કે સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. દર્દીઓના ધસારાના કારણે હવે હોસ્પિટલના કોઈ વોર્ડમાં જગ્યા ન હોવાથી તેમને લોબીમાં સારવાર આપવામાં આવી રહી છે. એટલું જ નહીં હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે. હોસ્પિટલની લોબીમાં રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે. Web Stories View […]

VIDEO: રાજકોટમાં ડેન્ગ્યુ વકર્યો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાટલા ખૂટી પડ્યા

Follow us on

 

રાજકોટમાં ડેન્ગ્યુ એ હદે વકર્યો છે કે સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. દર્દીઓના ધસારાના કારણે હવે હોસ્પિટલના કોઈ વોર્ડમાં જગ્યા ન હોવાથી તેમને લોબીમાં સારવાર આપવામાં આવી રહી છે. એટલું જ નહીં હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે. હોસ્પિટલની લોબીમાં રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે હોસ્પિટલની લોબીમાં ખાટલા અને ગાદલા નાખીને કરવામાં આવતી સારવાર સવાલોના ઘેરા આવી ગઈ છે. કારણ કે ગંદકીના કારણે લોબીમાં મચ્છરોનો પણ ઉપદ્રવ રહે છે. જ્યારે આ અંગે મીડિયાકર્મીઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા તો તેમની સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી અને હોસ્પિટલમાં દર્દીઓની વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દીધો. જેને લઈ રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતા વસરામ સાગઠિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એક તરફ સિવિલ હોસ્પિટલમાં ગંદકી અને રખડતા શ્વાન જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સત્તાધીશો પોતાની વાહવાહી કરવામાં મસ્ત છે. ભાજપના ધારાસભ્ય તો વિપક્ષના પ્રહારનો જવાબ આપી રહ્યા છે, પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને નથી ગંદકી દેખાતી કે નથી હોસ્પિટલમાં રખડતા શ્વાન દેખાતા. તેઓ તો દાવો કરી રહ્યા છે કે હોસ્પિટલમાં બધુ જ બરાબર ચાલી રહ્યું છે અને દર્દીઓને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article