કોરોના વેક્સીનને લઈ નીતિન પટેલનું નિવેદન, બે તબક્કામાં 60 કરોડ લોકોને રસી અપાશે, કિંમત હજુ નક્કી નહી

|

Jan 03, 2021 | 1:00 PM

કોરોનાની રસીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિગત આપતા જણાવ્યું કે બે વેક્સિનની મંજૂરી પ્રાપ્ત થઈ ચૂકી છે. હજુ બે વેક્સિનની પ્રક્રિયા ચાલુ છે. યુવાનોને પ્રથમ તબક્કામાં બાકાત કરવામાં આવશે કેમ કે તેમની ઇમ્યુનિટી વધુ હોય છે. પ્રથમ તબક્કામાં 30 કરોડ લોકોને બીજા તબક્કામાં 30 કરોડ અને બાકીના વ્યક્તિને ત્રીજા તબક્કામાં વેક્સિન ગાઈડલાઈન પ્રમાણે વેક્સિન […]

કોરોના વેક્સીનને લઈ નીતિન પટેલનું નિવેદન, બે તબક્કામાં 60 કરોડ લોકોને રસી અપાશે, કિંમત હજુ નક્કી નહી

Follow us on

કોરોનાની રસીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિગત આપતા જણાવ્યું કે બે વેક્સિનની મંજૂરી પ્રાપ્ત થઈ ચૂકી છે. હજુ બે વેક્સિનની પ્રક્રિયા ચાલુ છે. યુવાનોને પ્રથમ તબક્કામાં બાકાત કરવામાં આવશે કેમ કે તેમની ઇમ્યુનિટી વધુ હોય છે. પ્રથમ તબક્કામાં 30 કરોડ લોકોને બીજા તબક્કામાં 30 કરોડ અને બાકીના વ્યક્તિને ત્રીજા તબક્કામાં વેક્સિન ગાઈડલાઈન પ્રમાણે વેક્સિન અપાશે.

પ્રથમ કોરોના વોરિયર્સ, ડૉકટર, નર્સિંગ સ્ટાફ તેનું લિસ્ટ બની ગયું તેમને વેક્સિન અપાશે તો બીજામાં આશાવર્કર, પોલીસ અને અન્ય કર્મચારી કામમાં હતા તેમનું લિસ્ટ બન્યું
ત્રીજામાં 50 વર્ષથી ઉપરની વ્યક્તિને રસી અપાશે.કોને કઈ જગ્યા પર વેક્સિન આપશે તેના વ્યુહ નક્કી કરી દેવાયા છે. રસી મંજૂર થઈ છે તે ભારત સરકાર ફાળવશે અને અમે આપીશું. હાલ ચાર્જની કોઈ વાત નથી. વોરિયર્સને વિનામૂલ્યે વેક્સિન આપીશું. ફ્રન્ટલાઈન સિવાય બીજાને પણ વિનામૂલ્યે આપીશું. નાગરિક અને સિનિયર સીટીઝનને વેક્સિન આપવાની છે તેની શું કિમત હશે તે નિર્ણય કર્યો નથી પણ લોકોના હિતમાં નિર્ણય કરીશું.

હાલ સુધી તમામ પ્રકારની સારવાર. બધો ખર્ચ લગભગ 1 હજાર કરોડથી વધુ ખર્ચ કરી સરકાર સારવાર આપી રહી છે.  બધો ખર્ચ સરકારે ઉપાડ્યો છે. વેકસીન આપવાની છે ત્યારે સરકારના બધા મુખ્ય નેતા સાથે રહી નિર્ણય કરીશું. તેમણે જણાવ્યું કે વેક્સીન માર્કેટમાં મુકાય અને જેમને પરવડી શકે તેવા દરેક લોકો બજારમાંથી અન્ય વેક્સિન લઈને લઈ શકે. 10 કરોડ ડોઝ ભારતમાં તૈયાર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article