મકાનની છતમાં દારૂ છુપાવ્યા બાદ હવે બુટલેગરોએ દારૂ છુપાવવા માટે અપનાવ્યો નવો કિમીયો, જુઓ વીડિયો

મકાનની છતમાં દારૂ છુપાવ્યા બાદ હવે બુટલેગરોએ દારૂ છુપાવવા માટે અપનાવ્યો નવો કિમીયો, જુઓ વીડિયો

બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. પોલીસ ની સઘન ચેકીંગ ના કારણે બુટલેગરો નવા કિમીયા અપનાવી રહ્યા છે. થરાદના પાતિયાસરા ગામેથી દારૂ નો જથ્થો ઝડપાયો. આ દારૂ છુપાવવામાં આવ્યો હતો પાણી ની ટાંકી નીચે. પાણી ની ટાંકી નીચે વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે તે લોકોને ખબર પડતાં લોકોએ તેનો વિડીયો બનાવ્યો. […]

Kuldeep Parmar

| Edited By: Parth_Solanki

Feb 05, 2019 | 4:12 PM

બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. પોલીસ ની સઘન ચેકીંગ ના કારણે બુટલેગરો નવા કિમીયા અપનાવી રહ્યા છે. થરાદના પાતિયાસરા ગામેથી દારૂ નો જથ્થો ઝડપાયો. આ દારૂ છુપાવવામાં આવ્યો હતો પાણી ની ટાંકી નીચે.

પાણી ની ટાંકી નીચે વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે તે લોકોને ખબર પડતાં લોકોએ તેનો વિડીયો બનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. અજાણ્યા શખ્સોએ કોઈને શંકા ન જાય તે માટે પાણીની ટાંકી નીચે વિદેશી દારૂ છુપાવ્યો હતો. જે સ્થાનિક લોકોએ પકડી પાડ્યો

ગામ લોકોએ વીડિયો વાયરલ કરતા આ સમગ્ર મામલે પોલીસ સક્રિય બની. થરાદ પોલીસે સત્વરે ગામમાં પોહચી વિદેશી દારૂ મામલે તપાસ હાથધરી. પાણી ની ટાંકી નીચે થી દારૂ મળી આવતા લોકોમાં પણ અચરજ છે.

[yop_poll id=1120]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati