નવસારીની યુવતી આપઘાત કેસમાં આરોપીઓને પકડવા SITની રચના, પુરાવાઓને આધારે ગેંગરેપ થયાનું પુરવાર થયું

|

Nov 24, 2021 | 5:27 PM

4 નવેમ્બરના રોજ વલસાડ રેલવે સ્ટેશન ખાતે ગુજરાત ક્વીન એક્સપ્રેસમાંથી યુવતીનો કથિત રીતે આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને તેની બેગમાંથી કવર પર તેનું નામ લખેલી ડાયરી મળી આવી હતી.

નવસારીની યુવતી સાથે દુષ્કર્મ બાદ આપઘાતના રહસ્યમય કેસના મુદ્દે પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે યુવતી સાથે ખરેખર દુષ્કર્મ થયું હતુ. રેલવે એસપી પરીક્ષિતા રાઠોડએ જણાવ્યું હતું કે, 29 ઓક્ટોબરે દુષ્કર્મ થયું હતું અને 4 નવેમ્બરે મૃતદેહ મળ્યો હતો. જેથી જરૂરી નમૂનાઓ નાશ પામ્યા હોવાથી ફોરેન્સિક રિપોર્ટ નથી મળ્યા. જોકે યુવતીના શરીરના અલગ અલગ ભાગોમાં ઇજાઓ થઈ હોવાનું ખુલ્યું છે તેમજ ઓરલ એવીડન્સ પરથી યુવતી પર ગેંગરેપ થયો હોવાનું પુરવાર થાય છે.

હાલ આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જે સમગ્ર મામલે તપાસ કરીને અહેવાલ સોંપશે, આ ઘટનાને 20 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતા હજુ આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. પણ પોલીસને આશા છે કે જલદી જ આરોપીઓ ઝડપી પડાશે. આ ઉપરાંત ઓએસીસ સંસ્થાના સંચાલક અને કર્મચારીઓની પણ પૂછપરછ કરાઈ છે. જેમની પાસેથી યુવતીની ડાયરીના ફાટી ગયેલા પાનાની વિગતો મળી છે.

ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બરના રોજ વલસાડ રેલવે સ્ટેશન ખાતે ગુજરાત ક્વીન એક્સપ્રેસમાંથી યુવતીનો કથિત રીતે આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને તેની બેગમાંથી કવર પર તેનું નામ લખેલી ડાયરી મળી આવી હતી. તેણીની ડાયરીમાં જાણવા મળ્યું હતું કે તેણી વડોદરાની એક સંસ્થામાં છેલ્લા બે વર્ષથી ફેલોશિપની તાલીમ લઈ રહી હતી.

આ પણ વાંચો : નવસારીની યુવતીના રહસ્યમય મોત મામલે ઓએસીસ સંસ્થાનો વિવાદ , સંસ્થા સામે તપાસ જરૂરી: નરેન્દ્ર રાવત

Published On - 5:03 pm, Wed, 24 November 21

Next Video