નવસારીની યુવતીના રહસ્યમય મોત મામલે ઓએસીસ સંસ્થાનો વિવાદ , સંસ્થા સામે તપાસ જરૂરી: નરેન્દ્ર રાવત
નરેન્દ્ર રાવતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. તપાસમાં પોલીસ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઇ હોવાના આરોપો છે.ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં ઓએસીસને એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધી ફરમાવાઇ હતી.
વિવાદમાં આવેલી ઓએસીસ સંસ્થાને વિવાદ સાથે જૂનું લેણું હોય તેવુ લાગી રહ્યુ છે. નવસારીની યુવતીના રહસ્યમય મોતથી વિવાદમાં આવેલી ઓએસીસ સંસ્થા સામે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપો કરતા જણાવ્યુ છે કે, 21 વર્ષ બાદ ઓએસિસ સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ. સંસ્થામાં અનેક અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી અને હાલમાં તપાસ થાય તો હાલમાં પણ અનેક ઘટસ્ફોટ થઇ શકે છે.
નરેન્દ્ર રાવતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. તપાસમાં પોલીસ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઇ હોવાના આરોપો છે.ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં ઓએસીસને એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધી ફરમાવાઇ હતી. એવામાં ઓએસિસ સંસ્થા પુનઃ એકવાર વિવાદમાં આવતા સંસ્થા સામે અનેક સવાલો ઉદ્દભવ્યા છે.
નવસારીની યુવતી સાથે દુષ્કર્મ બાદ આપઘાતના રહસ્યમય કેસના મુદ્દે પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે યુવતી સાથે ખરેખર દુષ્કર્મ થયું હતુ. રેલવે એસપી પરીક્ષિતા રાઠોડએ જણાવ્યું હતું કે, 29 ઓક્ટોબરે દુષ્કર્મ થયું હતું અને 4 નવેમ્બરે મૃતદેહ મળ્યો હતો. જેથી જરૂરી નમૂનાઓ નાશ પામ્યા હોવાથી ફોરેન્સિક રિપોર્ટ નથી મળ્યા જોકે યુવતીના શરીરના અલગ અલગ ભાગોમાં ઇજાઓ થઈ હોવાનું ખુલ્યું છે તેમજ ઓરલ એવીડન્સ પરથી યુવતી પર ગેંગરેપ થયો હોવાનું પુરવાર થાય છે.
હાલ આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.જે સમગ્ર મામલે તપાસ કરીને અહેવાલ સોંપશે. આ ઘટનાને 20 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતા હજુ આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. પણ પોલીસને આશા છે કે જલદી જ આરોપીઓ ઝડપી પડાશે. આ ઉપરાંત ઓએસીસ સંસ્થાના સંચાલક અને કર્મચારીઓની પણ પૂછપરછ કરાઈ છે. જેમની પાસેથી યુવતીની ડાયરીના ફાટી ગયેલા પાનાની વિગતો મળી છે.