Surat માં હવે ટ્રાફિક પોલીસ કર્મચારી ચાલુ નોકરીએ નહિ વાપરી શકે મોબાઇલ

|

May 29, 2021 | 3:43 PM

Surat  શહેરમાં ટ્રાફિકના નિયમોની કડક અમલવારીને લઇને શહેર પોલીસ કમિશ્નરે એક નવું ફરમાન જારી કર્યું છે. જેમાં સુરત પોલીસ કમિશ્નરે ચાલુ ડયુટી પર ફોન પર વાતો કરતાં ટ્રાફિક(Traffic ) પોલીસના કર્મચારીઓ માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. આ નવા ફરમાન મુજબ ટ્રાફિક પોલીસ કર્મચારી હવે ચાલુ નોકરીએ મોબાઇલ ફોનનો ઉપયોગ નહિ કરી શકે.

Surat માં  હવે ટ્રાફિક પોલીસ કર્મચારી ચાલુ નોકરીએ નહિ વાપરી શકે મોબાઇલ
સુરતમાં હવે ટ્રાફિક પોલીસ કર્મચારી ચાલુ નોકરીએ નહિ વાપરી શકે મોબાઇલ

Follow us on

Surat શહેરમાં ટ્રાફિકના નિયમોની કડક અમલવારીને લઇને શહેર પોલીસ કમિશ્નરે એક નવું ફરમાન જારી કર્યું છે. જેમાં સુરત પોલીસ કમિશ્નરે ચાલુ ડયુટી પર ફોન પર વાતો કરતાં ટ્રાફિક(Traffic ) પોલીસના કર્મચારીઓ માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. આ નવા ફરમાન મુજબ ટ્રાફિક પોલીસ કર્મચારી હવે ચાલુ નોકરીએ મોબાઇલ ફોનનો ઉપયોગ નહિ કરી શકે.

આ અંગેની વિગતો મુજબ Surat પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક( Traffic ) પોલીસ માટે મોબાઈલ ને લઇને નવું ફરમાન જાહેર કરવામાં આવ્યું કે પોઇન્ટ પર ના કર્મચારીઓને હવે ચાલુ નોકરીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં દેવામાં નહિ આવે. પોલીસ કમિશ્નરની ઉચ્ચ અધિકારીઓ સાથેની ક્રાઈમ કોન્ફરન્સમાં આપવામાં આવેલ સૂચના મુજબ આજથી જ તમામ પોઇન્ટ ઇન્ચાર્જએ પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસ સ્ટાફ તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે ફરજની શરૂઆતમાં જમા કરી દેવાના રહેશે.

જ્યારે ટ્રાફિક કર્મચારીની ફરજ નો સમય પુરો થયેથી મોબાઈલ પરત આપવાના રહેશે. આ ઉપરાંત સૂચના બાદ પણ જો કોઈની પાસે મોબાઇલ રહી ગયેલ હશે અને જમા કરાવવામાં આવેલ નહીં હોય તો તેનો મોબાઇલ Surat પોલીસ કમિશ્નરની કચેરીમાં સાત દિવસ સુધી જમા કરી રાખવામાં આવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ નવા નિયમનું પાલન શહેરના તમામ સર્કલ ઇન્ચાર્જ તથા સેમી સર્કલ ઇન્ચાર્જ પોઇન્ટ ચેકીંગ તથા સુપરવિઝન દરમિયાન આ સૂચનાનું પાલન થયેલ છે તેની ખાતરી કરવામાં પણ કરવામાં આવશે. વચ્ચેના પોઇન્ટ પર માત્ર એક જ ટીઆરબી અથવા પોલીસ હોય તો તેણે નજીકના પોઈન્ટ ઉપર મોબાઈલ જમા કરાવવાનો રહેશે.

આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના હાલ બપોરે ત્રણ વાગે સુધી લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવી છે. જેના લીધે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. જેમાં પણ રાઉન્ડ દરમ્યાન જોવા મળ્યું હતું કે ટ્રાફિક બ્રિગેડ અને અન્ય સહાયક ટ્રાફિક જવાનો પોઇન્ટ પર ટ્રાફિક નિયમનને બદલે મોબાઇલ પર વાત કરતાં નજરે પડ્યા હતા. તેથી જો હવે આવ કોઇ પણ ટ્રાફિક કર્મચારી કે ટ્રાફિક બ્રિગેડના કર્મચારી ઓન ડ્યટી ફોન પર વાત કરતાં નજરે પડશે તો તેમની પર કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરે હુકમ કર્યો છે.

Published On - 3:30 pm, Sat, 29 May 21

Next Article