એક તરફ નવરાત્રિ, દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની (Ahmedabad) મેડીકલ સંસ્થા આહનાએ (AHNA) ચેતવણી આપી છે કે જો ધ્યાન નહીં રખાય અને ગાઇડલાઇનનું ચૂસ્ત પણે પાલન નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેર (Corona third Wave) આવવાની શક્યતા છે. આહનાના પ્રમુખ ડો.ભરત ગઢવીનું કહેવુ છે કે અત્યારે એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓએ ચેકિંગ બરાબર થતુ નથી. જો આ જ રીતે ચાલતુ રહેશે તો ત્રીજી લહેર આવી શકે છે.
ડોક્ટર્સનું કહેવુ છે કે લોકો વેક્સીનના બંને ડોઝ લઇ લે. કેમ કે તહેવારોની સિઝનમાં કોરોનાના કેસ વધવાની શક્યતા છે. પરંતુ જેમણે વેક્સીન લીધી હશે તેઓ ગંભીર સ્થિતિમાં નહીં પહોંચે. પરંતુ જેમણે રસી નથી લીધી તેઓને કોરોનાની ગંભીર સ્થિતિમાં પહોંચવુ પડી શકે છે. અને મોત પણ થઇ શકે છે. જાહેર છે કે નવરાત્રીને લઈને કેટલીક છૂટછાટ રાજ્યમાં આપવામાં આવી છે. જેને લઈને ખેલૈયાઓ ઉત્સાહિત છે. પરંતુ આ દરમિયાન પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવી સાવધાની ચોક્કસ પપણે રાખવી પડશે. રાજ્યમાં ધીમે ધીમે કોરોના કેસ વધી રહ્યા હોય તેવું પણ જોવા મળ્યું છે. તહેવારોમાં કેસ વધવાની ચિંતા હાલમાં પ્રવર્તી રહી છે.
આ પણ વાંચો: ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો વિડીયો વાયરલ, “યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું”
આ પણ વાંચો: ગુજરાતે કોરોના રસીકરણમાં ગ્રામીણ વિસ્તારમાં પણ મેળવી આ સિદ્ધિ ,જાણો વિગતે
Published On - 5:13 pm, Mon, 4 October 21