‘દેશની પહેલી બુલેટ ટ્રેન સુરતથી શરૂ થશે’, રેલવે પ્રધાને આ તારીખ સુધી બુલેટ ટ્રેન શરુ કરવાનો આપ્યો વાયદો

|

Oct 28, 2021 | 8:33 AM

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ એક કાર્યક્રમમાં ભાગ લેતા સમયે સુરત અને બુલેટ ટ્રેન વિશે વાત કરી હતી.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યાં તેમણે બુલેટ ટ્રેન વિશે વાત કરી. પ્રધાને કહ્યું કે, દેશની પહેલી બુલેટ ટ્રેન સુરતથી શરૂ થશે. એક કાર્યક્રમને સંબોધતા રેલવે પ્રધાને જાણકારી આપી હતી કે, 15 ઓગસ્ટ 2026 સુધીમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરામાં શરૂ થશે. રેલવે મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રોજેક્ટ માટે દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરાશે. બીજી તરફ રેલવે પ્રધાને 5G પર વાત કરી હતી. જેમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશમાં 5G નેટવર્ક માટેની પણ તૈયારીઓ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Ahmedabad- Mumbai Bullet Train project) નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) આ નિવેદન આપ્યું હતું. દાદરાનગર હવેલીની મુલાકાતે આવેલા રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ વાત જણાવી હતી. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન બનવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ બાંધકામની કામગીરી શરૂ થઈ ગઈ છે.

 

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ કોવિંદ 3 દિવસના ગુજરાત પ્રવાસે: PM આવાસ યોજનામાં બનેલા 1088 મકાનોનું લોકાર્પણ કરશે, જાણો વિગત

આ પણ વાંચો: Pakistan ની જીતની ઉજવણી કરનારાની ખેર નહીં, દેશદ્રોહનો ચાલશે કેસ, યોગી સરકારનો કડક નિર્ણય

Published On - 8:29 am, Thu, 28 October 21

Next Video