રાષ્ટ્રપતિ કોવિંદ 3 દિવસના ગુજરાત પ્રવાસે: PM આવાસ યોજનામાં બનેલા 1088 મકાનોનું લોકાર્પણ કરશે, જાણો વિગત

રાષ્ટ્રપતિ કોવિંદ 3 દિવસના ગુજરાત પ્રવાસે: PM આવાસ યોજનામાં બનેલા 1088 મકાનોનું લોકાર્પણ કરશે, જાણો વિગત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 8:15 AM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસમાં તેઓ અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે તેઓ ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યારે કે શુક્રવારે ભાવનગરની એક દિવસીય મુલાકાતે છે. તેઓ ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મહામહિમના પ્રવાસને લઈ પોલીસ અને સરકારી તંત્ર દ્વારા તડામાર વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ભવનની અખબારી યાદી મુજબ રાષ્ટ્રપતિ 28 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે અને 30 ઓક્ટોબર સુધી અહીંયા જ રહેશે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે સાંજે ‘હાઈ ટી’ કાર્યક્રમમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ કોવિંદ 29 ઓક્ટોબરે ભાવનગર જશે. ત્યાં જિલ્લામાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે આવાસ યોજના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.

રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને ભાવનગરમાં પણ તૈયારીઓ થઇ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સવારે 10 કલાકે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા બાદ હેલિકોપ્ટરથી મહુવા જશે. મહુવામાં કથાકાર મોરારીબાપુ સાથે તેઓ મુલાકાત અને ભોજન કરશે. જે બાદ સાંજે પોણા પાંચ કલાકે સુભાષનગર ખાતે PM આવાસ યોજના હેઠળ બનેલા 1088 મકાનોનું લોકાર્પણ કરશે. આ આવાસોનું 63 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને  તારીખ 30 મી ઓકટોબરે રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થશે.

 

આ પણ વાંચો: Pakistan ની જીતની ઉજવણી કરનારાની ખેર નહીં, દેશદ્રોહનો ચાલશે કેસ, યોગી સરકારનો કડક નિર્ણય

આ પણ વાંચો: ગ્રેડ પે મામલે નિવૃત્ત DYSP ના ગંભીર આક્ષેપો, ‘સીનિયર અધિકારીઓને ટેનિસ રમવા લાખો રૂપિયાનો ખર્ચ’

Published on: Oct 28, 2021 08:05 AM
g clip-path="url(#clip0_868_265)">