ચોમાસાની દસ્તક સાથે નવસારીના આ વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટી જાય છે, જાણો શું છે મામલો

|

Jun 18, 2022 | 11:33 AM

દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રોટેક્શન વોલના અભાવે કાઠા વિસ્તારોમાં ધોવાણને લઇ સ્થાનિકો ચિંતામાં મુકાયા છે.નવસારી જીલ્લાનો 52 કિલોમીટરનો દરિયા કિનારો જે કિનારે વસતા લોકોનું અસ્તિત્વ પ્રોટેક્શન વોલના સહારે દરિયા કિનારે ટકી રહેતું હોય છે.

ચોમાસાની દસ્તક સાથે નવસારીના આ વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટી જાય છે, જાણો શું છે મામલો
In monsoons, sea water enters coastal villages

Follow us on

કુદરતી આપત્તિએ અણધાર્યો કુદરતનો આવેલો પ્રકોપ છે. એક તરફ  ચોમાસુ દસ્તક દઈ રહ્યું  છે ત્યારે બીજી તરફ નવસારી(Navsari) જિલ્લાના 52 કિલોમીટરના દરિયાકિનારા પર ભરતીની આગાહી સાથે કાંઠાના રહીશો ચિંતાતુર બને છે. દરિયા કિનારાના સંરક્ષણ માટે 90 કરોડ રૂપિયા જેટલી મોટી રકમનો ખર્ચ કરી સંરક્ષણ દીવાલ બનાવવામાં આવી છે પરંતુ તેમ છતાં જિલ્લાના દરિયા કિનારે વસેલા 7 ગામો અસ્તિત્વને ટકાવવા મથામણ  કરવી પડી રહી છે.નવસારી જીલ્લામાં વરસાદની આગાહીને પગલે જીલ્લામાં દરિયા કિનારે વસતા ગ્રામ્ય જનોના વિસ્તારના અસ્તિત્વને ટકાવવા જહેમત કરી રહ્યા  છે.

દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રોટેક્શન વોલના અભાવે કાઠા વિસ્તારોમાં ધોવાણને લઇ સ્થાનિકો ચિંતામાં મુકાયા છે.નવસારી જીલ્લાનો 52 કિલોમીટરનો દરિયા કિનારો જે કિનારે વસતા લોકોનું અસ્તિત્વ પ્રોટેક્શન વોલના સહારે દરિયા કિનારે ટકી રહેતું હોય છે. ચોમાસુ બેસી ગયું  છે અને વરસાદ સમયે દરિયો પ્રોટેક્શન વોલના અભાવે ગામડાઓના કાંઠા વિસ્તારનું ધોવાણ થતું હોય છે. જીલ્લામાં ૭ જેટલા ગામો દરિયા કિનારે વસેલા છે. મેંધર, ભાટ, ઓંજલ, માછીવાડ, દાંડી, બોરસી, ઉભરાટ, દિપલા આ ગામોના લોકો ભારે વરસાદ અને ભારતીના સમયે સ્થળાંતર કરવા મજબુર બને છે. નવસારીના બોરસી અને દીપલા ગામમાં પણ કઈક આ જ પ્રકારની સ્થતિ સર્જાય છે. ગામના લોકોની હાલમાં પ્રોટેક્શન વોલના અભાવે રાત્રીની ઊંઘ હરામ થઇ હોય તેવી સ્થિતિનું નિર્માણ થાયછે. ધોવાણ અટકે તે માટે વહેલી તકે સરકાર કોઈ પગલા લેઈ તેવી માંગ કરી રહ્યા છે.

દરિયાઈ પાણી મોટી ભરતી સમયે દર વર્ષે મોજા 20 ફૂટ ઉચા ઉછળી ગામમાં ઘુસતા લોકોના જીવ અધ્ધર કરી દે છે. કેટલીક વાર તો પરિસ્થતિ એવી થાય છે કે ગામમાં પાણી આવવાને કારણે કેટલાય દિવસોથી લોકો પાણીમાંથી અવર – જ્વર  મજબુર બની જાય છે. ગ્રામ જનોએ સ્થાનિક પ્રતિનિધિઓને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ હાલ સુધી નહી આવતા લોકો ભારતીના સમયે મુશ્કેલીનો સામનો કરવા મજબુર બની રહ્યા છે. વહેલી તકે પ્રોટેક્શન વોલ બનાવી આપવા ગ્રામ જનો માંગ કરી રહ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જીલ્લામાં માછીવાડ ખાતે કરોડોનો ખર્ચો કરી જે સૌરક્ષણ દીવાલ બનાવી છે. તેવી દીવાલો અન્ય દરિયા કિનારે સરકાર બનાવે તેવી માંગ ઉઠી છે.  સમસ્યાના હલની રાહમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

Next Article