Live-in relationship હેઠળ રહેતી મહિલાની હત્યાના ગુનામાં આરોપીને નવસારી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

|

Sep 21, 2022 | 6:58 AM

નવસારી કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલ ભાવેશ ગુપ્તાએ દલીલો કરી હતી. સરકાર પક્ષની રજુઆત ધ્યાને લઈ કોર્ટે સાંયોગિક પુરાવા અને સ્થળ પર ઉપસ્થિત લોકોના નિવેદનને આધારે નવસારી કોર્ટે આરોપી સુરેશ ગટારામને આજીવન કેદ અને 10 હજારનો દંડ અને દંડ નહીં ભરેતો વધુ 6 માસની સજા ફટકારી હતી.

Live-in relationship હેઠળ રહેતી મહિલાની હત્યાના ગુનામાં આરોપીને નવસારી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
Symbolic Image

Follow us on

નવસારી(Navsari) જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર ગામે આડાસંબંધનો વહેમ રાખી મહિલાને માર મારી તેની હત્યા કરી નાખનાર આરોપીને નવસારી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહિલાને લાકડીના સપાટ મારી ગંભીરરીતે ઈજાગ્રસ્ત કરવામાં આવી હતી જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે હત્યાનો ગુનો નોંધી પોલીસે મહિલાનાના હત્યારાની ધરપકડ કરી હતી. બંનેના લિવ ઈન રિલેશનશિપને 8 વર્ષનો સમયગાળો વીત્યો હતો. મહિલા અન્ય યુવક સાથે વાત કરે છે અને તેનીસાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખી વર્ષ-2018માં રાત્રિના સમયે પતિએ લાકડાના ફટકા મારીને  ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત થયું હતું. આ કેસમાં સાંયોગિક પુરાવા અને ઘટનાસ્થળે લોકોની હાજરી અને તેઓએ આપેલા નિવેદનને આધારે સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી નવસારી કોર્ટે આરોપી આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

ઘટનાની હકીકત ઉપર નજર કરીએતો મરોલી નજીક આવેલા મહુવર ગમે મોટા ફળિયામાં ભીખીબેનના મૂળ ઝાલોર રાજસ્થાનના સુરેશ ગટારામ માજીરાના સાથે  8 વર્ષથી લિવ ઈન રિલેશનશિપ હેઠળ રહેતા હતા. 1લી સપ્ટેમ્બર 2018ના રોજ રાત્રિના સમયે પત્ની ભીખીબેનને અન્ય કોઈ પુરુષ સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખીને પતિ સુરેશે તકરાર શરુ કરી હતી. બોલાચાલી બાદ સુરેશે મહિલાને લાકડા વડે માર માર્યો હતો. ભીખીબેનને માથામાં માર મારવાથી ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઈજાથી તેણીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ બનાવમાં મૃતકની ભાભીએ પોલીસમાં ફરિયાદ આપતા તપાસ પીઆઇ વી.એસ.પલાસે કરી હતી. પોલીસે આરોપી પતિ સુરેશ ગટારામની ધરપકડ કરી હતી.

નવસારી કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલ ભાવેશ ગુપ્તાએ દલીલો કરી હતી. સરકાર પક્ષની રજુઆત ધ્યાને લઈ કોર્ટે સાંયોગિક પુરાવા અને સ્થળ પર ઉપસ્થિત લોકોના નિવેદનને આધારે નવસારી કોર્ટે આરોપી સુરેશ ગટારામને આજીવન કેદ અને 10 હજારનો દંડ અને દંડ નહીં ભરેતો વધુ 6 માસની સજા ફટકારી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઘટના સમયે હાજર રહેલાની જુબાની અને સાંયોગિક પુરાવાના આધારે કોર્ટે સજા ફટકારી હતી. ઘટના સમયે આરોપી સુરેશ ગટારામે મહિલાને માર મારતા ઘરની બહાર ઉભેલા પરિચિતોએ જોતા હોવાનું કોર્ટને જણાવ્યું હતું. આ સાક્ષીઓની જુબાનીકેસમાં મહત્વની સાબિત થઇ હતી. આ ઉપરાંત જે લાકડા વડે માર માર્યો હતો તેના ઉપર મૃતકનું લોહી મેચ થતું હતું. સાંયોગિક અને અન્ય પુરાવાઓને ધ્યાને લઇ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારી હતી. તેમસરકારી વકીલ ભાવેશ ગુપ્તાએ જણાવ્યું હતું.

Published On - 6:58 am, Wed, 21 September 22

Next Article