Navsari: ખાનગી કોન્ટ્રાકટરનો ગણદેવી મામલતદાર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ, બિલના નાણાં બાકી હોવાની ફરિયાદ

|

Aug 15, 2021 | 11:05 PM

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નવસારી તેમજ ગણદેવી કચેરીના અધિકારીઓ છેલ્લા 2 વર્ષથી કોન્ટ્રાક્ટરના બિલના 25 લાખથી વધુની રકમ અટકાવી રાખી હતી.

નવસારી( Navsari) માં ગણદેવી મામલતદાર કચેરીએ આત્મવિલોપનની ઘટના સામે આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નવસારી તેમજ ગણદેવી કચેરીના અધિકારીઓના કારણે ખાનગી કોન્ટ્રાક્ટરે આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેમાં ખાનગી કોન્ટ્રાક્ટર રજત પટેલે ગણદેવી મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવાની ધમકી આપી હતી.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નવસારી તેમજ ગણદેવી કચેરીના અધિકારીઓ છેલ્લા 2 વર્ષથી કોન્ટ્રાક્ટરના બિલના 25 લાખથી વધુની રકમ અટકાવી રાખી હતી. કોન્ટ્રાક્ટર બિલના 25 લાખથી વધુની રકમ મેળવવા કચેરીના ધક્કા ખાવા છતાં પરિણામ ન આવતા આત્મવિલોપનનું પગલું ભર્યું હતું.

આ પણ વાંચો : Technology: ATM ફ્રોડથી બચવા ધ્યાનમાં રાખો આ 9 બાબતો, હજારો રુપીયા ગુમાવતા બચવા કરો આટલુ

આ પણ વાંચો : Happy Independence Day : સુંદર પિચાઇએ ખાસ રીતે આપી ભારતીયોને શુભકામના

Next Video