Navsari : જંગલી પ્રાણીઓની કનડગતના કારણે રાત્રે ખેતીકામ કરવામાં અગવડતા, દીપડાનો વધ્યો આતંક

|

Feb 03, 2023 | 1:31 PM

નવસારી, તાપી અને વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં દીપડા પેધા પડ્યા હોય તેમ વારંવાર હુમલો કરતા હોય છે . વાસંદા તાલુકામાં આવેલા સિણધઈ રાજમલા ગામે દીપડાએ દોળા દિવસે બે ખેત મજૂરો ઉપર હુમલો કર્યો હતો.

Navsari : જંગલી પ્રાણીઓની કનડગતના કારણે રાત્રે ખેતીકામ કરવામાં અગવડતા, દીપડાનો વધ્યો આતંક
રાત્રે ખેતીકામ કરતા ખેડૂતો જંગી પ્રાણીઓની રંજાડથી ત્રસ્ત

Follow us on

નવસારી જિલ્લામાં જંગલી પ્રાણીઓના ત્રાસને કારણે રાત્રિ દરમિયાન ખેતીકામ કરવું મુશ્કેલ બન્યું છે. ક્યારેક દીપડો તો ક્યારેક જંગલી ડુક્કરની કનડગત ખેડૂતો માટે પ્રાણઘાતક બની રહી છે. ઘણી રજૂઆતો બાદ પણ ખેડૂતોને રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતો રાત્રિ દરમિયાન પ્રાણીઓના ભય વચ્ચે ખેતીકામ કરવા મજબૂર બન્યા છે. જંગલી ડુક્કર ખેડૂતોના પાકને તો નુક્સાન કરે જ છે. સાથે સાથે ખેતરમાં કામ કરતા લોકોને હુમલો કરીને ઈજા પણ પહોંચાડે છે.

હાલમાં જ જિલ્લાના એક ગામમાં જંગલી ડુક્કરે ખેડૂત પર હુમલો કર્યો હતો. જેને હોસ્પિટલમાં લઈ જઇને સારવાર કરાવવાની ફરજ પડી હતી. જેને પગલે હવે સમગ્ર પંથકના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખેડૂતોની માગ છે કે સરકાર ખેડૂતોને રક્ષણ મળે તે પ્રકારનો કોઈ નિર્ણય કરે  રાત્રે કામ કરતા ખેડૂતોને  સુરક્ષા મળે અને જંગલી પ્રાણીઓની રંજાડ પણ  ઓછી  થાય.

ખેડૂતોએ સ્પષ્ટ કર્યું હતું કે  દિવેસ પણ કામ કરે તો  પણ દીપડાનો ભય યથાવત્ રહે છે માટે આ સમસ્યાનું નિરાકરણ આવે તે  જરૂરી છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

નવસારી, તાપી અને વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં વધી દીપડાની  રંજાડ

નવસારી, તાપી અને વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં દીપડા પેધા પડ્યા હોય તેમ વારંવાર હુમલો કરતા હોય છે . વાસંદા તાલુકામાં આવેલા સિણધઈ રાજમલા ગામે દીપડાએ દોળા દિવસે બે ખેત મજૂરો ઉપર હુમલો કર્યો હતો. ધોળા દિવસે દીપડાએ પશુનું મારણ કરીને ખેતરમાં કામ કરતા મજૂરો ઉપર હુમલો કર્યો હતો. આ દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે તો બીજી તરફ તાપી જિલ્લાના વાલોડના ખાંભલા ગામે દીપડાનું બચ્ચું પાંજરે પૂરાયું હતું. હવે વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવશે.

પંચમહાલના ઘોંઘબામાં દીપડો મૃત હાલતમાં મળી આવ્યો

તો બીજી તરફ ઘોઘંબાના ધનેશ્વર રોડ પરથી મૃત હાલતમાં દીપડો મળી આવતા વન વિભાગ  દોડતું થયું હતું.  વન વિભાગની ટીમને પ્રાથમિક તપાસમાં માહિતી પ્રાપ્ત થઈ હતી કે  દીપડો ગીચ ઝાડીમાં ફસાઈ ગયો હતો અને  તે ઝાડીમાંથી નીકળી ન  શકતા તે નું મોત થયું હતું.  વન વિભાગની ટીમે દીપડાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ હાથ ધરીને   વિશે, તપાસ આગળ ધપાવી હતી.

વિથ ઇનપુટ ક્રેડિટ: નિલેશ ગામિત નવસારી, તાપી નીલેશ કંસારા ટીવી9

 

Next Article