Navsari: પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂંક, કાર્યકર્તાઓ અને સગા સંબંધીઓમાં ખુશીનો માહોલ

|

Jul 06, 2021 | 4:58 PM

મંગુભાઈ પટેલ ભાજપ સંગઠનના પ્રદેશ મહામંત્રી તરીકે તેમજ 2014માં ગુજરાત વિધાન સભાના નાયબ સ્પીકર પદે પણ રહી ચૂક્યા છે.

Navsari: નવસારીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલ (Mangubhai Patel Ex MLA Navsari ) ની મધ્યપ્રદેશના રાજ્યપાલ (Governor, Madhya Pradesh) તરીકે નિમણૂક થતા નવસારી શહેરમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

મંગુભાઈ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક થતાં શહેરના કાર્યકર્તાઓ અને સગા સંબંધીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને મંગુભાઈ પટેલ પણ પોતાની નિમણૂક થતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. TV9 સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, ‘પોતાના રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી તરીકે લીધેલો અનુભવનો નિચોડ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે મધ્યપ્રદેશની જનતાને આપીશ.’

આપને જણાવી દઈએ કે મંગુભાઈ પટેલ ભાજપ સંગઠનના પ્રદેશ મહામંત્રી તરીકે તેમજ 2014માં ગુજરાત વિધાન સભાના નાયબ સ્પીકર પદે પણ રહી ચૂક્યા છે. મંગુભાઈ પટેલ નવસારીની ગણદેવી બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એક વખતના ગુજરાતનાં વન પ્રધાન રહી ચૂકેલા મંગુભાઈ પટેલ હવે મધ્ય પ્રદેશના રાજયપાલ તરીકે જોવા મળશે.

આ પણ વાંચો: Rajkot : ત્રીજી લહેર પહેલા તંત્ર એક્શનમાં, સિવિલ હોસ્પિટલની જિલ્લા કલેક્ટરે મુલાકાત લઈ સ્થિતિની સમિક્ષા કરી

આ પણ વાંચો : ખુશખબર: બે મહિના બાદ સુરતથી મહારાષ્ટ્રની એસટી બસ સેવા શરૂ, મુસાફરોને થશે રાહત

Next Video