Navsari : સૈકા પૂર્વે નગરને કોલેરાથી તારનાર ઢીંગલાબાપાનો ઉત્સવ યોજાયો, પરંપરાગત રિવાજ અનુસાર કરાઈ ઉજવણી

|

Jul 28, 2022 | 12:41 PM

માન્યતા અનુસાર ઢીંગલા બાપાની પૂજા અર્ચનાથી નવસારીમાંથી કોલેરાના કેસ ઘટયા હતા. આ બાદ દરવર્ષે પરંપરા જાળવી રાખવામાં આવી છે. શહેરીજનો દ્વારા ઢીંગલો બનાવવમાં આવે છે.

Navsari : સૈકા પૂર્વે નગરને કોલેરાથી તારનાર ઢીંગલાબાપાનો ઉત્સવ યોજાયો,  પરંપરાગત રિવાજ અનુસાર કરાઈ ઉજવણી
Dhingla festival was celebrated

Follow us on

નવસારી(Navsari)માં 100 વર્ષ પૂર્વે આવેલી કોલેરાની મહામારીને નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢી પૂર્ણાં નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ.માન્યતા છે કે આ  બાદ કોલેરાના કેસ અટક્યા હતા. જે પરંપરાને આજે પણ નવસારીના આદિવાસી પરિવારે જળવી રાખ્યો છે. નવસારી શહેરમાં સૈકા ઉપરાંતથી ઢીંગલા બાપા ની યાત્રા કાઢવામાં આવે છે જેમાં વર્ષો પહેલા આવેલી મરચી સમયે ઢીંગલા બાપા ની પૂજા કરવાની પરંપરા ચાલી આવે છે.દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજના 20,000 થી વધુ લોકો ઢીંગલા બાપા ની યાત્રામાં દર વર્ષે અમાસના દિવસે આ યાત્રામાં જોડાય છે અને ઢીંગલાબાપા ને વિવિધ પૂજા અર્ચનાઓ કરવામાં આવે છે.

ઢીંગલા બાપાને સિગારેટ પીવડાવવાની માન્યતા છે નવસારી શહેરના દાંડીવાડ વિસ્તારમાં આ ઢીંગલા બાપા ની યાત્રાની શરૂઆત થઈ હતી. નાચ ગાન સાથે પારસી વેશભૂષામાં ઢીંગલા બાપા ની યાત્રા કાઢવામાં આવે છે. ઢીંગલાબાપા ના દર્શન માટે સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ મોટી સંખ્યામાં જોડાઈ છે. શહેરમાં યાત્રા કાઢવામાં આવે છે અને નદીમાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. ઢીંગલા બાપા ની આ પારંપરિક યાત્રા સો વર્ષથી વધુ સમયથી ચાલી આવે છે

એક લોકચર્ચા અનુસાર નવસારી શહેરમાં સૈકા પૂર્વે કોલેરાની મહામારીએ આતંક મચાવ્યો હતો. કોલેરાને કારણે નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા. આ સમયે એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી કહ્યું હતું કે એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ એને નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે તો સમસ્યા હલ થવાની આશા છે. આદિવાસીઓએ વાત સ્વીકારી રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો. માટીમાંથી બનાવેલ પ્રતિમાને માથે સાફો પહેરાવી સિગરેટ પણ પીવડાવવામાં આવી હતી.આ સાથે જ કોલેરાથી મુક્તિ મળે તેવી માનતા પણ રાખી હતી.આ બાદ દિવાસાને દિવસે દાંડીવાડના લોકોએ વાજતે ગાજતે ઢીંગલાની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જિત કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

માન્યતા અનુસાર ઢીંગલા બાપાની પૂજા અર્ચનાથી નવસારીમાંથી કોલેરાના કેસ ઘટયા હતા. આ બાદ દરવર્ષે પરંપરા જાળવી રાખવામાં આવી છે. શહેરીજનો દ્વારા ઢીંગલો બનાવવમાં આવે છે. લોકો આ ઢીંગલા બાપાની માનતા રાખી દર્શને છે અને શ્રદ્ધા પૂર્વક શોભાયાત્રામાં પણ જોડાય છે. દિવાસના દિવસે મોટા ઉત્સવ જેવો માહોલ બને છે અને દાંડીવાદથી પૂર્ણા નદી સુધીના રુટ પર મેળો ભરાય છે.

Next Article