Navsari : સરકારી ટેકાના ભાવથી નારાજ ખેડૂત પૌવા મીલને ડાંગરનું વેચાણ કરશે, વાંચો વિગતવાર

|

Jun 21, 2022 | 11:37 AM

નવસારીમાં આવેલ પૌવા ઉદ્યોગોમાં ડાંગરની માંગ વધી છે. જેની અન્ય જીલ્લાઓ માંથી આયાત કરવી પડે છે. સામે પૌવાના ભાવમાં વધારો થતા ખેડૂતોને પોતાના ડાંગર પર સારા એવા ભાવ મળી રહેતા હોવાથી સરકારને પોતાનું ડાંગર ટેકાના ભાવે આપવાની જગ્યાએ પૌવા મિલોને વેચે છે.

Navsari :  સરકારી ટેકાના ભાવથી નારાજ ખેડૂત પૌવા મીલને ડાંગરનું વેચાણ કરશે, વાંચો વિગતવાર
Symbolic Image

Follow us on

નવસારી(Navsari) જિલ્લામાં ઉનાળુ ડાંગર મબલક પ્રમાણમાં થાય છે ચોમાસુ ડાંગર બાદ હવે ઉનાળુ ડાંગરનું  20 ટકા જેટલું વેચાણ બાકી રહ્યું છે. આ  ડાંગરનો નવસારીના પૌવા ઉદ્યોગમાં ખૂબ મોટી માંગ છે તેમ છતાં નવસારી જિલ્લામાંથી પાકતી ડાંગર અપૂરતું હોવાના કારણે પૌવા ઉદ્યોગકારોએ અન્ય રાજ્યમાંથી ડાંગર લાવીને પૌવા બનાવવાની ફરજ પડે છે. જોકે પૌવાના ભાવ વધવાના કારણે નવસારીના ખેડૂતોને સરકારી ભાવ કરતા સારા ભાવો પૌવા ઉદ્યોગો આપી રહ્યા છે.

જીલ્લાનો રોકડીયો પાક શેરડી પછી બીજા નંબરે ડાંગરનું ઉત્પાદન થાય છે. વર્ષ દરમ્યાન બે વખત ડાંગરનો પાક લેવામાં આવે છે. 12 મહિના મહેનત કાર્ય પછી ડાંગરના પાકમાં ખેડૂતોને સારા ભાવો સરકાર તરફથી મળશે તેવીઆશા સાથે ખેડૂત મેહનત કરતો હોય છે. ચાલુ વર્ષે ડાંગરને પાણી સમયસર મળ્યું  નથી સાથે વાતાવરણની અસર થવાને કારણે પાક ઓછો મળ્યો છે. જોકે આ તમામ વાતને અંતે ખેડૂતોના ટેકાના ભાવની વાત આવે છે જેમાં સરકારી ભાવો કરતા પૌવા ઉદ્યોગો ડાંગરના સારા ભાવ આપતા હોવાથી ખેડૂતો પૌવા મિલોને પોતાની ઉપજ વેચવા તરફ આગળ વધ્યા છે.

નવસારીમાં આવેલ પૌવા ઉદ્યોગોમાં ડાંગરની માંગ વધી છે. જેની અન્ય જીલ્લાઓ માંથી આયાત કરવી પડે છે. સામે પૌવાના ભાવમાં વધારો થતા ખેડૂતોને પોતાના ડાંગર પર સારા એવા ભાવ મળી રહેતા હોવાથી સરકારને પોતાનું ડાંગર ટેકાના ભાવે આપવાની જગ્યાએ પૌવા મિલોને વેચે છે જેનાથી સારી એવી આવક ખેડૂત મેળવતો થયો છે. આ વર્ષે ખેડૂતોએ પોતાનું ડાંગર પૌવા મિલોને સુપ્રત કર્યું હોવાથી મિલોમાં પણ ડાંગરનો સ્ટોક સારો એવો જણાઈ આવ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ડાંગરની હાલની પરિસ્થતિને પગલે સ્પષ્ટ  જણાય છે કે સરકારના ટેકાના ભાવની યોજના સામે ખેડૂતો નારાજ છે અથવા નક્કી કરેલા ટેકાના ભાવ ખેડૂતોને નહી મળતા હોવાના સંજોગોમાં જ ખેડૂતો સીધા પૌવા મિલ સંચાલકોને ઉત્પાદન વેચે છે. દેશ-વિદેશમાં પૌવા પુરા પાડતી નવસારીની મિલો ખુબ જાણીતી છે. વાર્ષિક 600 કરોડ નું ટર્ન ઓવર ધરાવતા પૌવા ઉદ્યોગ મોટું ઉત્પાદન ધરાવે છે. નવસારીમાં પૌઆનું ઉત્પાદન મોટા પાયે થાય છે. જિલ્લામાં ડાંગરની સમૃદ્ધ ખેતીના કારણે પૌવા ઉદ્યોગને અનુકૂળ  વાતાવરણ મળ્યું હતું.  પૌવા મિલો કામદારોને સારો રોજગાર  મળી રહે તેવા પ્રયત્નો પણ કરે છે.

Published On - 11:37 am, Tue, 21 June 22

Next Article