Navsari : PM મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન Textile Park ની જાહેરાતના સંકેત, સર્વે સહિતની કામગીરી હાથ ધરાઈ

|

May 17, 2022 | 8:15 AM

PM - MITRA યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાતના અગ્રણી જિલ્લા નવસારીમાં ટેક્સટાઇલ પાર્ક બનાવવાની તૈયારીઓ તેજ બનતી નજરે પડી રહી છે. નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ જાતે આ પ્રોજેક્ટમાં અંગત રસ લઇ રહ્યા છે જેમના દ્વારા સર્વે સહિતની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

Navsari : PM મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન Textile Park ની જાહેરાતના સંકેત, સર્વે સહિતની કામગીરી હાથ ધરાઈ
નવસારીમાં ટેક્સટાઇલ પાર્ક માટે સર્વે હાથ ધરાયુ

Follow us on

દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતું છે. ક્ષેત્રના વિકાસ માટે એકજ સ્થળે કાપડના દોરાથી લઈ કાપડ બનાવવાની કામગીરી થાય અને સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ઉત્પાદકોને બજાર અને સપોર્ટ એકજ સ્થળે ઉપલબ્ધ રહે તે માટે નવસારી(Navsari)માં ટેક્સટાઇલ પાર્ક બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ બાબતે સર્વે અને વેપારની તકની શોધ માટે સર્વે સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટરની આગેવાનીમાં આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંગે ટૂંક સમયમાં ટેક્સટાઇલ પાર્ક(Textile Park in Navsari)ની જાહેરાત કરવામાં આવે તેવા સંકેત મળી રહયા છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ PM – MITRA યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાતના અગ્રણી જિલ્લા નવસારીમાં ટેક્સટાઇલ પાર્ક બનાવવાની તૈયારીઓ તેજ બનતી નજરે પડી રહી છે. નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ જાતે આ પ્રોજેક્ટમાં અંગત રસ લઇ રહ્યા છે જેમના દ્વારા સર્વે સહિતની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા કલેકટર ની ટીમે વાસી બોરસી ગામમાં આ પ્રોજેક્ટ આકાર પામે તેવા પ્રયાસ દેખાઈ રહ્યા છે. પ્રોજેક્ટ માટે જમીન અને સંભવિત વેપાર તકોને જાણવા અને સમજવા માટે કેન્દ્રના ટેકસટાઇલ મંત્રાલયની ટીમ, સુરતના ટેક્સટાઇલ ક્ષેત્રની ટીમ અને નવસારી જિલ્લા કલેકટરે વાસી બોરસી ગામની મુલાકાત લીધી હતી. સ્થળ મુલાકાત લઈ અધિકારીઓએ સર્વે સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મળતી માહિતી મુજબ જૂન મહિનામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહયા છે. ચાલુ વર્ષના અંતમાં ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે પ્રોજેક્ટોની લ્હાણીમાં નવસારીના ટેક્સટાઇલ પાર્કનું નામ પણ યાદીમાં જોવા મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જૂન માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન ટેકસટાઇલ પાર્કની જાહેરાત કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ પ્રકારના પ્રોજેક્ટ ઉત્પાદકો અને ટ્રેડર્સ માટે તો એકજ સ્થળે વેપારની તકને લઈ મદદરૂપ સાબિત થશે પરંતુ સાથે રોજગારી અને સ્થાનિક વિસ્તારના વિકાસની પણ ઘણી તક ઉપલબ્ધ કરશે.

 

Published On - 8:13 am, Tue, 17 May 22

Next Article