નવસારીના વાડી વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો, પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું
નવસારીના વાડી વિસ્તારમાં કોલેરા નિયંત્રણ માટે આજુબાજુના વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ બંધ કરવામાં આવી છે.તો કાશી વાડી વિસ્તારને ક્લોરિનેશન કરવાની દિશામાં આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરૂ છે.
નવસારી(Navsari) શહેરના કાશી વાડી વિસ્તારમાં પાણીજન્ય રોગોએ( Water Borne Disease ) માથું ઉચક્યું છે.છેલ્લા કેટલાક દિવસથી અહીં કોલેરાના( Cholera) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.કાશી વાડી વિસ્તારમાં કોલેરાના 15 જેટલા કેસ નોંધાયા છે.જે બાદ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કાઠીયાવાડી વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે.
જ્યારે 19 જેટલા વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યા છે.કોલેરા નિયંત્રણ માટે આજુબાજુના વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ બંધ કરવામાં આવી છે.તો કાશી વાડી વિસ્તારને ક્લોરિનેશન કરવાની દિશામાં આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરૂ છે.રોગચાળો વધુ ન વકરે તે માટે વિવિધ વિસ્તારોની ગટર લાઈનો અને પાણીની લાઈનોની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈ દર્દીઓની તપાસ શરૂ કરી છે.
સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન જમીનમાં પાણી ભરાયા બાદ પીવાની પાઇપલાઇનમાં ભંગાણ હોય ત્યાંથી પ્રદૂષિત પાણી લાઇનના જતું હોય છે. જેના લીધે આ પાણી લોકો પિતા પાણીજન્ય રોગચાળો વકરતો હોય છે, તેમજ લોકો દ્વારા ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થો ખાવાથી પણ રોગચાળો વકરતો હોય છે. તેમજ એક જ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાતા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે છે. તેમજ તે ફેલાવાના કારણને શોધીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમજ લોકોને પણ પીવાના પાણીને ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલાકાંડના આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ
આ પણ વાંચો : અમદાવાદ : સીએનજીમાં ભાવવધારો થતાં રિક્ષાચાલકોની ભાડા વધારાની માંગ