AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime : અજાણ્યા નંબર ઉપરથી આવતા વિડીયો કોલ રિસીવ કરતા પહેલા આ બાબતનું ધ્યાન રાખજો!!! નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો

જો તમારી સાથે છેતરપિંડી થઈ હોય તો તમારું બેંક એકાઉન્ટ, ટ્રાન્ઝેક્શન વિગતો અને તમારા બેંક કાર્ડ સાથે સંબંધિત વિગતો પોલીસને આપો. જો તમારી પાસે પુરાવા તરીકે સ્ક્રીન શોટ હોય તો તે પણ આપો. તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવતાની સાથે જ તમારા માટે એક આઈડી બનાવવામાં આવે છે.

Cyber Crime : અજાણ્યા નંબર ઉપરથી આવતા વિડીયો કોલ રિસીવ કરતા પહેલા આ બાબતનું ધ્યાન રાખજો!!! નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો
Cyber thugs can land you in trouble with the slightest carelessness.
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 9:52 AM
Share

વર્ચ્યુઅલ વર્લ્ડમાં સાયબર ક્રાઈમ(Cyber Crime)ના બનાવો ઝડપથી વધી રહ્યા છે. નાનકડી લાપરવાહીનો ફાયદો ઉઠાવીને સાયબર ઠગ તમને નુકસાન પહોંચાડી શકે છે. ઓનલાઈન લિંક પર ક્લિક કરવું ઘણા લોકોને પડ્યું છે. સાયબર ઠગ લોકોને છેતરવા માટે દરેક વખતે અલગ-અલગ પેટર્ન અપનાવે છે. ક્યારેક ફિશિંગ મેઇલ દ્વારા તો ક્યારેક OTP દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. હાલના સમયમાં ન્યૂડ વિડીયો કોલ દ્વારા લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવવાના કિસ્સા વધી રહયા છે. આસાઇબર ક્રિમિનલ્સની ગેંગ દક્ષિણ ગુજરાતમાં ન્યૂડ વીડિયો કોલ અને ફોન કરી પૈસાની માંગણી કરે છે આવા પ્રકરણની ઘટનામાં ભોગ બનનારની ઘણી ફરિયાદો પણ પોલીસને મળી છે.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર વિજલપોર શહેરમાં રહેતા એક વેપારી ભજનમાં બેઠા હતા ત્યારે એક ન્યૂડ વીડિયો કોલ આવ્યો હતો. વીડિયોકોલ રિસીવ કરવામાં આવતા સ્ક્રીનશોટ લઈ બીભત્સ ફોટા બનાવી તેને વાઇરલ કરવાની ધમકી એક શખ્સે ફોન કરીને વારંવાર આપી હતી. પોલીસની ઓળખ આપી સેટલમેન્ટ માટે પૈસાની માંગણી કરાઈ હતી. વેપારીએ પૈસા આપવાની ના પાડીને ફોન કટ કર્યા બાદ સાયબર સેલમાં આ બાબતેની અરજી આપી છે. બ્લેકમેલ કરતી આ ગેંગ ન્યુડ વીડિયો સાથે સામેના વ્યક્તિનો સ્ક્રીનશોટ લઈ લે છે અને તે ફોટાને સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલિંગ શરૂ કરે છે. સામાજિક પ્રતિષ્ઠા અને આબરૂ ઓછી ન થાય તેવા બીકથી કેટલાક લોકો આ ગેંગની માંગ પુરી પણ કરી દેતી હોય છે. આ પ્રકારની ઘટનામાં વધારો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી ઉપરાંત ડાંગ અને ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણી ફરિયાદ સાયબર સેલને મળી છે. નવસારી LCB પણ તપાસમાં જોતરાઈ છે.

આવા પ્રકારના કોલ નવસારી જિલ્લામાં વધી રહ્યા છે જેને પગલે પોલીસ પણ આવા તત્વોને ઝડપી પાવા માટે ટેકનોલોજીની મદદ લઈને કામગીરી કરી રહી છે. નવસારી એલસીબી પણ આ ગેંગ શોધી પાડવા પ્રયત્નશીલ બની છે. સૂત્રો મુજબ ટેકનોલોજી ની મદદથી કોલ થતા હોવાથી આ ગેંગના નંબર અને તેમના લોકેશનને ટ્રેક કરવું મુશ્કેલ બની રહ્યું છે.

સાયબર સેલમાં ફરિયાદ કેવી રીતે કરવી?

જો તમારી સાથે છેતરપિંડી થઈ હોય તો તમારું બેંક એકાઉન્ટ, ટ્રાન્ઝેક્શન વિગતો અને તમારા બેંક કાર્ડ સાથે સંબંધિત વિગતો પોલીસને આપો. જો તમારી પાસે પુરાવા તરીકે સ્ક્રીન શોટ હોય તો તે પણ આપો. તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવતાની સાથે જ તમારા માટે એક આઈડી બનાવવામાં આવે છે. આઈડી અને પાસવર્ડ યાદ રાખો. પોલીસ તપાસ શરૂ કરે છે. ઘણા કિસ્સાઓમાં પૈસા રિકવર પણ કરવામાં આવ્યા છે ઘણા કિસ્સાઓમાં તે કરવું મુશ્કેલ પણ બની જાય છે.

Follow Us
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
જૂનાગઢમાં ખોટી ઓળખ સાથે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, IBની તપાસ તેજ
જૂનાગઢમાં ખોટી ઓળખ સાથે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, IBની તપાસ તેજ
3.66 લાખ રૂપિયાનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો
3.66 લાખ રૂપિયાનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો
ગરબામાં iPhone ચોરતી ગેંગ સક્રિય હોવાની આશંકા, પોલીસ તપાસમાં લાગી
ગરબામાં iPhone ચોરતી ગેંગ સક્રિય હોવાની આશંકા, પોલીસ તપાસમાં લાગી
સુરતના ગરબા આયોજનોમાં AI કેમેરાનો પહેરો ! Video
સુરતના ગરબા આયોજનોમાં AI કેમેરાનો પહેરો ! Video
અજાણ્યા નંબર પરથી આવેલી ZIP ફાઈલ ક્યારેય ઓપન ન કરવી
અજાણ્યા નંબર પરથી આવેલી ZIP ફાઈલ ક્યારેય ઓપન ન કરવી
g clip-path="url(#clip0_868_265)">