Ahmedabad : અમેરિકન નાગરિકો સાથે છેતરપીંડી કરતા વ્યક્તિની સાઇબર ક્રાઇમ એક ધરપકડ કરી

અમદાવાદમાં(Ahmedabad)અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી(Fraud)કરતા એક આરોપીની સાયબર ક્રાઇમે(Cyber Crime)ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે આ કેસમાં દિલીપ રામદયાલ ચૌધરીની ધરપકડ કરી છે.

Ahmedabad : અમેરિકન નાગરિકો સાથે છેતરપીંડી કરતા વ્યક્તિની સાઇબર ક્રાઇમ એક ધરપકડ કરી
Cyber Crime Accused
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 10, 2022 | 7:12 PM

અમદાવાદમાં(Ahmedabad)અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી(Fraud)કરતા એક આરોપીની સાયબર ક્રાઇમે(Cyber Crime)ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે આ કેસમાં દિલીપ રામદયાલ ચૌધરીની ધરપકડ કરી છે. જે મૂળ રાજસ્થાનનો વતની અને અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. આરોપી દિલીપ ટાઇટનિયમ હાઇટ્સ માં 114 નંબરની ઓફિસ ધરાવી કેપિટલ કેર ના નામે બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો. જેમાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. આરોપી કોઈપણ પ્રકારના ટેક્સ વિના માત્ર 76 ડોલરમાં ફાઇબર ઓપ્ટિકલ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલ આપવાના બહાને છેતરપિંડી આચારતો હોવાનું ખુલાસો થયો છે. જે અંગે સાયબર ક્રાઇમ એ ગુનો નોધી આરોપી દિલીપ ચૌધરીની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઇમે  વધુ તપાસ હાથ ધરી

સાયબર ક્રાઇમે આરોપી દિલીપ ચૌધરીની ઓફિસમાં રેડ કરી તેની પાસેથી એક લેપટોપ, એક કોમ્પ્યુટર, છ મોબાઇલ, એક મેજિક જેક ડિવાઇસ, બે હાર્ડ ડિસ્ક, પાંચ પીઓએસ મશીન, નવ સીમકાર્ડ કબજે કર્યા છે. સાથે જ અલગ અલગ બેંકોની 12 ચેકબુક અને 31 જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કબજે કર્યા છે. આ ઉપરાંત આરોપીની પૂછપરછ માં ખુલાસો થયો કે અમેરિકન નાગરિકો પાસેથી મેળવેલા રૂપિયા હવાલા તેમજ બીટકોઈન મારફતે મેળવતો હતો. જે અંગે સાયબર ક્રાઇમે  વધુ તપાસ હાથ ધરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ આરોપી દિલીપની તપાસ કરતા વર્ષ 2014 માં નવરંગપુરા પોલીસે છેતરપિંડી અને કોલ સેન્ટરના ગુનામાં તેની ધરપકડ કરી હતી અને તે હિસ્ટ્રી સિટર હોવાનું પણ સામે આવ્યું છે. જેથી સાયબર ક્રાઇમ એ આરોપી કોની કોની સાથે જોડાયેલો છે અને હવાલાના રૂપિયા મેળવવામાં કોની મદદ લેતો હતો તે અંગે તપાસ તેજ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.

g clip-path="url(#clip0_868_265)">