નવસારીના દરિયાકિનારા પર મોટી ભરતીની આગાહી, સાત ગામના લોકો પર તોળાયુ સંકટ !

|

Jun 19, 2022 | 1:48 PM

ચોમાસામાં(Monsoon) આ સાત ગામના લોકો સ્થાળાંતર કરવા મજબૂર બને છે. ત્યારે ચોમાસામાં આ ગામનું ધોવાણ ન થાય તે માટે વહેલી તકે સરકાર કોઈ પગલાં લે તેવી માગ ઉઠી છે.

નવસારીના દરિયાકિનારા પર મોટી ભરતીની આગાહી, સાત ગામના લોકો પર તોળાયુ સંકટ !
દરિયાકિનારા પર મોટી ભરતીની આગાહી

Follow us on

નવસારીના(Navsari)  52 કિલોમીટરના દરિયાકિનારા પર મોટી ભરતીની આગાહી કરાઈ છે. દરિયા કિનારાના (ocean) સંરક્ષણ માટે 90 કરોડ રૂપિયાના ખર્ચે સંરક્ષણ દીવાલ પણ બનાવાઈ છે. જોકે, હજુ પણ દરિયા કિનારે વસેલા મેંધર, ભાટ, ઓંજલ, માછીવાડ, દાંડી, બોરસી, ઉભરાટ અને દિપલા આ 7 ગામ પોતાનું અસ્તિત્વ ટકાવવા મથી રહ્યા છે. ચોમાસામાં(Monsoon) આ સાત ગામના લોકો સ્થાળાંતર કરવા મજબૂર બને છે. ત્યારે ચોમાસામાં આ ગામનું ધોવાણ ન થાય તે માટે વહેલી તકે સરકાર કોઈ પગલાં લે તેવી માગ ઉઠી છે.

વરસાદમાં લોકોના જીવ અદ્ધર

મોટી ભરતી સમયે દર વર્ષે દરિયામાં 20ફૂટ ઉંચા મોજા ઉછળે છે અને પાણી ગામમાં ઘૂસતા લોકોના જીવ અદ્ધર કરી દે છે.દરિયાનું પાણી ગામની કબરો પર ફરી વળતા દરિયા કિનારાઈ કબરોનું પણ ધોવાણ થયું છે. આ અંગે ગામલોકોએ ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે,પરંતુ આ સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.બીજી તરફ શાસક પક્ષના નેતા દાવો કરી રહ્યા છે કે, પ્રોટેક્શન વોલ માટે મંજૂરી મળી ગઈ છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ(IMD) દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ છૂટોછવાયા વરસાદની આગાહી(Rain Forecast) કરવામાં આવી છે.આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.20 અને 21 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે.જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ (valsad) અને નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થશે.તેમજ સૌરાષ્ટ્રમાં (Saurashtra) રાજકોટ, અમરેલી, ગીર સોમનાથની આસપાસના વિસ્તારમાં મેઘરાજાની મહેર જોવા મળશે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

વરસાદને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણેઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી,પરંતુ ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા વરસાદ થવાની સંભાવના છે.ઉપરાંત આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં (Ahmedabad) છૂટોછવાયો વરસાદ રહેશે.ભારે વરસાદને પગલે માછીમારોને (Fishermen)દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

Next Article