Navsari : ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને પગલે રોષ ભભૂક્યો, જિલ્લા પંચાયતના પ્રમુખની દુકાન સળગાવાઈ

|

Oct 09, 2022 | 10:00 AM

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈ રાજકારણ ગરમાયુ છે. આજે પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ અનંત પટેલની મુલાકાત લે તેવી સંભાવના  છે.

Navsari : ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને પગલે રોષ ભભૂક્યો, જિલ્લા પંચાયતના પ્રમુખની  દુકાન સળગાવાઈ
Alleged attack on MLA Anant Patel row

Follow us on

નવસારીના (Navsari) વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ (MLA Anant patel) પર હુમલો કરવાનો જેના પર આરોપ છે, તે ભીખુ આહિરની દુકાન સળગાવી દેવાઈ છે.  ભીખુ આહિર નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ છે.  ભીખુ આહિર (Bhikhu ahir) અને રીન્કુ નામના શખ્સની ધરપકડ કરવાની માંગ ઉઠી છે. આદિવાસી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જલદીમાં જલદી બંનેની ધરપકડ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. તો અનંત પટેલ પર થયેલા હુમલાને લઈ રાજકારણ ગરમાયેલું છે. આજે પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ (Congress leader MLA Anant Patel) અનંત પટેલની મુલાકાત લે તેવી સંભાવના  છે.

રાહુલ ગાંધીએ ભાજપ સરકારને આડે હાથ લીધી

તો બીજી તરફ કોંગી MLA પરના હુમલાને લઈને રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપ પર પ્રહાર કર્યા હતા અને ટ્વીટ (tweet) કરીને કહ્યુ હતું કે, ભાજપે કાયરતા સાથે અમારા ધારાસભ્ય પર હુમલો કર્યો છે. આ ભાજપ સરકાર બોખલાઈ ગઈ છે. પરંતુ અમારા આદિવાસી કાર્યકર્તા પોતાના છેલ્લા શ્વાસ સુધી લડાઈ ચાલુ રાખશે.

 

Published On - 9:57 am, Sun, 9 October 22

Next Article