Ahmedabad: એરપોર્ટ પર મન ભરીને ઝૂમી ઉઠ્યા મુસાફરો અને કર્મચારીઓ, ટર્મિનલમાં ગરબાનું અનોખું આયોજન

TV9 GUJARATI

|

Updated on: Oct 11, 2021 | 11:15 PM

Ahmedabad: એરપોર્ટ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મન ભરીને મુસાફરો અને કર્મચારીઓ ઝૂમી ઉઠ્યા હતા. જુઓ ટર્મિનલમાં ગરબા રમતા લોકોના દ્રશ્યો.

અમદાવાદ એરપોર્ટમાં મુસાફરો અને સ્ટાફે ગરબા લીધા હતા. જેના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. નવરાત્રીનો આ તહેવાર ચાલી રહ્યો છે ત્યારે રાજ્યભરના લોકો શેરી ગરબા કરીને માતાજીની આરાધના કરી રહ્યા છે. આવામાં ફરજ બજાવતા કર્મચારીઓ તહેવાર ઉજવી શકતા નથી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ગરબાનો કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટમાં ટર્મિનલની ગરબાનો સુંદર નજારો જોવા મળ્યો. ટર્મિનલની અંદર મુસાફરો અને સ્ટાફ માટે 15 મિનિટના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 15 મિનીટ સૌ કોઈ મન મુકીને ઝુમ્યા હતા. પરંપરાગત તહેવારનો મુસાફરોને પરિચય થાય અને ઉજવણીના ભાગરૂપે તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાહેર છે કે રાજ્યભરમાં 400 લોકો સાથે શેરી ગરબા કરવાની પરમિશન આપવામાં આવી છે. આજે પાંચમાં નોરતે સૌ કોઈ ગરબે રમી રહ્યું છે. ત્યારે ઘણા વિભાગ એવા છે જે સતત સેવામાં અને કામમાં રહેતા હોવાના કારણે આ તહેવાર ઉજવી શકતા નથી. ત્યારે એરપોર્ટ પર યોજાયેલા આ ગરબામાં ત્યાં કામ કરતા કર્મચારીઓએ ખુબ આનંદ માણ્યો હતો.

 

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: શોપિયામાં સુરક્ષાબળોએ 4 આતંકીઓને ઘેર્યા, છેલ્લા 24 કલાકમાં ત્રીજો આતંકી ઠાર

આ પણ વાંચો: Mehbooba Mufti સામે દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ, આર્યનની ધરપકડને ‘ખાન’ હોવાની સજા ગણાવી હતી

આ પણ વાંચો: બ્રિટનના વડાપ્રધાને પીએમ મોદી સાથે ફોન પર વાત કરી, તાલિબાન, અફઘાનિસ્તાન સહિતના આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati