National Doctor’s Day : અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ વૃક્ષારોપણ કરી નેશનલ ડોક્ટર્સ ડે ની અનોખી રીતે ઉજવણી કરી

|

Jul 01, 2021 | 7:28 PM

Ahmedabad Civil Hospital : સિવિલ હોસ્પિટલ અને સિવિલ મેડિસીટી કેમ્પસના ગ્રીન કવરમાં વધારો થાય તે હેતુથી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો.

National Doctor’s Day : અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ વૃક્ષારોપણ કરી નેશનલ ડોક્ટર્સ ડે ની અનોખી રીતે ઉજવણી કરી
તબીબો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Follow us on

National Doctor’s Day : આજે 1 જુલાઈના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના મેડિસીટી કેમ્પસમાં નેશનલ ડોક્ટર્સ ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. મેડિસીટી કેમ્પસ (Medicity Campus) માં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરીને તબીબો દ્વારા ઉજવણી હાથ ધરવામાં હતી.

અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદિપ પરમાર દ્વારા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વૃક્ષારોપણ માટે દોરવણી કરીને વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યુ હતુ. કોરોનાની બીજી લહેરમાં પ્રાણવાયુ સમા ઓક્સિજનનું મહત્વ સમજાયું છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં સારવાર અર્થે આવતા દર્દી અને તેમના સ્વજનોને વૃક્ષો માંથી ઓક્સિજન મળી રહે તે માટેના શુભ આશયથી નેશનલ ડોકટર્સ ડે (National Doctor’s Day) નિમિત્તે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતુ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)  અને સિવિલ મેડિસીટી કેમ્પસ (Medicity Campus) ના ગ્રીન કવરમાં વધારો થાય તે હેતુથી સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં બી.જે.મેડિકલ કૉલેજના ડીન ડો.પ્રણવ શાહ, સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષી સહિત તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

કોરોના મહામારીમાં સતત દોઢ વર્ષથી ખડપગે સેવારત તમામ તબીબોને આજે ખરા અર્થમાં આ નેશનલ ડૉક્ટર્સ ડે સમર્પિત છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના તબીબોએ રાત-દિવસ દરેક પરિસ્થિતિમાં જીવના જોખમે સ્વ નહીં પરંતુ સમષ્ટિને પ્રાધાન્ય આપીને કાર્ય કર્યું છે.

તબીબો ખરા અર્થમાં દેવદૂત છે તે આ કોરોના મહામારીમાં જોવા મળ્યું છે. ભગવાન તો માણસને એક જ વખત જન્મ આપે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિમાં ડોક્ટર માણસને વારવાંર જીવતદાન આપે છે. આપણી આસપાસ કેટલાય એવા કિસ્સા જોવા મળ્યા છે જેમાં ડૉક્ટર્સે એક માણસને અનેક વાર મોતના મુખેથી બચાવીને નવજીવન બક્ષ્યું હોય. આથી જ તો ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે.

આ પણ વાંચો : National Doctor’s Day: કોરોના થયો હોવા છતાં ચૂક્યા નહીં ડોકટરનો ધર્મ, જીવના જોખમે દર્દીનો બચાવ્યો જીવ

આ પણ વાંચો : National Doctor’s Day 2021: આજના જ દિવસે ભારતમાં કેમ ઉજવાય છે ડોક્ટર્સ ડે, જાણો અદ્દભુત ઈતિહાસ

આ પણ વાંચો : Gujarat Universtiy : 6 જુલાઈથી SEM-1 ની ઓફલાઈન પરીક્ષા, પરીક્ષા પહેલા તમામ વિદ્યાર્થીઓના રસીકરણની NSUI એ કરી માંગ

Published On - 7:21 pm, Thu, 1 July 21

Next Article