Gujarat University : 6 જુલાઈથી SEM-1 ની ઓફલાઈન પરીક્ષા, પરીક્ષા પહેલા તમામ વિદ્યાર્થીઓના રસીકરણની NSUI એ કરી માંગ

Gujarat University SEM-1 Exam : ગત માર્ચ મહિનામાં SEM-1ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પરીક્ષાનું એક પેપર લેવાયા બાદ કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી.

Gujarat University : 6 જુલાઈથી SEM-1 ની ઓફલાઈન પરીક્ષા,  પરીક્ષા પહેલા તમામ વિદ્યાર્થીઓના રસીકરણની NSUI એ કરી માંગ
FILE PHOTO
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jul 03, 2021 | 12:27 AM

Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા SEM-1 ની પરીક્ષાઓ ન યોજાતા આ તમામ વિદ્યાર્થીઓનું SEM-2 માં પ્રોગ્રેશન અટક્યું હતું. હવે આગામી 6 જુલાઈથી યુનિવર્સીટી દ્વારા SEM-1 ની ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે NSUI એ આ તમામ વિદ્યાર્થીઓના રસીકરણની માંગ કરી છે.

6 જુલાઈથી SEM-1 ની ઓફલાઈન પરીક્ષા રાજ્ય સરકારે ઓફલાઇન પરીક્ષા યોજવાની મંજૂરી આપતા ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ આગામી 6 જુલાઈથી SEM-1 ની ઓફલાઇન પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. ગુજરાત યુનિવર્સિટીએ 6 જુલાઈથી બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ અને બીએડ સેમેસ્ટર-1ની બાકી પરીક્ષાઓ 6 જુલાઈથી ઓફલાઇન પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે..સરકારની ગાઈડલાઈન મુજબ એક બ્લોકમાં 15 વિદ્યાર્થીઓને બેસાડી સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા યોજવામાં આવશે.

SEM-1 ના 25 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ના પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું હતું કે માર્ચમાં SEM-1ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પરીક્ષાનું એક પેપર લેવાયા બાદ કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. ત્યાર બાદ યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપ્યો હતો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

SEM-1 ના 66 હજાર વિદ્યાર્થીઓ માંથી 41 હજાર વિદ્યાર્થીઓએ જ ઓનલાઇન પરીક્ષા આપી છે.જ્યારે બાકીના 25 હજાર વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા ઈચ્છે છે.ઓફલાઇન પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓની પરીક્ષા 6 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

100 જેટલા પરીક્ષા કેન્દ્રો પર યોજાશે પરીક્ષા SEM-1 ના જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો હતો પરંતુ ઓનલાઇન પરીક્ષા આપી નથી તેવા વિદ્યાર્થીઓ પણ ઓફલાઇન પરીક્ષા આપી શકશે, અથવા ઓનલાઇન પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી એક કે વધુ વિષયની પરીક્ષામાં ગેરહાજર રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ પણ જે તે વિષયની ઓફલાઇન પરીક્ષા આપી શકશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 100 જેટલા પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. આ માટે વિદ્યાર્થીઓએ નવી હોલ ટીકીટ ડાઉનલોડ કરવી પડશે.

પરીક્ષા પહેલા તમામ વિદ્યાર્થીઓના રસીકરણની માંગ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ SEM-1 ની ઓફલાઇન પરીક્ષા યોજવાની જાહેરાત કરતા NSUI એ પરીક્ષાનો વિરોધ કર્યો છે. NSUI ની માંગ છે કે જ્યાં સુધી તમામ વિદ્યાર્થીઓનું રસીકરણ ના થાય ત્યાં સુધી ઓફલાઇન પરીક્ષાઓ યોજવામાં ના આવે.

NSUI ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી SEM-1 ની ઓફલાઇન પરીક્ષા યોજતા પહેલા વિદ્યાર્થીઓને વેક્સિન આપે..વેકસીન આપ્યા બાદ જ પરીક્ષા યોજવામાં આવે. વિદ્યાર્થીઓની પણ માંગ છે કે પરીક્ષા પહેલા તમામ વિદ્યાર્થીઓનું રસીકરણ થવું જોઈએ.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">