નર્મદા ડેમની સપાટી આજે 131.25 મીટર પહોંચતા 23 દરવાજા ખોલવામાં આવ્યા,નર્મદા નદીની સપાટીમાં સતત વધારો,વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના ગામોને એલર્ટ અપાયુ

|

Sep 19, 2020 | 4:29 PM

ઉપરવાસમાંથી 5 લાખ ક્યૂસેક પાણીની આવક થતાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી આજે 131.25 મીટર પહોંચી છે. જેને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમમાંથી હાલ 3.65 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં નર્મદા ડેમમાંથી […]

નર્મદા ડેમની સપાટી આજે 131.25 મીટર પહોંચતા 23 દરવાજા ખોલવામાં આવ્યા,નર્મદા નદીની સપાટીમાં સતત વધારો,વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના ગામોને એલર્ટ અપાયુ
https://tv9gujarati.in/narmda-dam-ni-sp…m-ne-alert-apayu/

Follow us on

ઉપરવાસમાંથી 5 લાખ ક્યૂસેક પાણીની આવક થતાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી આજે 131.25 મીટર પહોંચી છે. જેને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમમાંથી હાલ 3.65 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે જેને વધારીને 8 લાખ ક્યૂસેક પણ છોડવામાં આવી શકે છે. નર્મદા નિગમે લેટર બહાર પાડીને આ જાહેરાત કરી છે.

સિઝનમાં પહેલીવાર નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક થઇ રહી છે. નર્મદા નદીમાં પાણીની આવકને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ડેમની જળસપાટી વધતા રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન શરૂ કરાયા બાદ સિઝનમાં પહેલીવાર શુક્રવારે ડેમના 10 દરવાજાને 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ રાત્રે 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને આજે સવારે 23 દરવાજા ખોલીને 3.65 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:07 am, Sat, 29 August 20

Next Article