Narmada: મોટરસાઇકલ ઉપર દારૂની હેરા ફેરી કરતા ખેપીયાને 96 બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યો

|

May 15, 2022 | 10:14 PM

જેતપુર ગામ તરફથી સ્કૂટર આવતા પોલીસ સ્ટાફે તેને રોકી ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી.

Narmada: મોટરસાઇકલ ઉપર દારૂની હેરા ફેરી કરતા ખેપીયાને 96 બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યો
Symbolic image

Follow us on

નર્મદા (Narmada)  જિલ્લાના તિલકવાડા પાસેથી મોટરસાઇકલ ઉપર દારૂની હેરા ફેરી કરતા એકને મુદ્દામાલ સાથે પોલીસે (Police) ઝડપી પાડ્યો છે. દારૂના દુષણને ડામવા માટે  પોલીસ દ્વારા ચલાવાતા પેટ્રોલિંગ (Patrolling) દરમિયાન બાતમી મળેલ કે જેતપુર ગામ તરફથી સ્કૂટર ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી થવાની છે. જે બાતમીના આધારે તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દેવલીયા ચોકડી ખાતે નાકાબંધી કરી વાહન ચેકિંગમાં હતા. દરમિયાન જેતપુર ગામ તરફથી સ્કૂટર આવતા પોલીસ સ્ટાફે તેને રોકી ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી.

તિલકવાડા પોલીસ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની 180 એમ એલ ના પ્લાસ્ટિકની બોટલ નંગ 96 કિંમત રૂ 9600 તથા હોન્ડા એકટીવા કિંમત રૂપિયા 15000 મળી કુલ રૂપિયા 24600 ના મુદ્દામાલ સાથે આરોપી કમલેશભાઈ રમણભાઈ વસાવા, રહે, ગડી જંતર, જાંબલી ફળિયું તાલુકો, ગરૂડેશ્વરને ઝડપી પાડીને પોલીસ સ્ટાફના માણસોએ ઝડપાયેલા આરોપીની પૂછતાછ કરતાં આ મુદ્દામાલ મનસુખભાઇ પરસોત્તમભાઈ ભીલ, રહે. સાવલીને આપવા જતો હોવાનું જણાવેલ તિલકવાડા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ ઉપરાંત એ.ટી.એસ. ના ચાર્ટર મુજબનાં ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડવાની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાન નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત મુંબે નાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ જીલ્લાના એન.ડી.પી.એસ. ના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી હતી જેમાં  આ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી અશોકભાઇ ઉર્ફે અશોક મહારાજ રમેશભાઇ પટેલ રહે. પશુપતિનાથ મહાદેવ મંદિર, ધાણીખુટ તા.નેત્રંગ જી.ભરૂચ, મુળ રહે. કાંગવી રાઉત ફ્ળીયુ તા.ધરમપુર જી.વલસાડનો ગુનો આચર્યા બાદ પોલીસ ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોય જે આરોપીને પોલીસે ટેકનીકલ સર્વેલન્સની મદદ તથા ખાનગી બાતમીદારથી માહિતી મેળવી આરોપીને કાંગવી ગામ, રાઉત ફ્ળીયુ, તા.ધરમપુર, જી.વલસાડ ખાતેથી ઝડપી પાડી કાયદેસર કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ડેડીયાપાડા પો.સ્ટે.માં સોપવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ ઉપરાંત ડેડીયાપાડા પો.સ્ટે. પ્રોહીબીશનના એક્ટના ગુનામાં નાસતો ફરતો આરોપી અમીતભાઇ પટેલ રહે. સેલવાસને ખાનગી બાતમીદારથી બાતમી મેળવી પોલીસે એક ટીમ સેલવાસ ખાતે મોકલી નાસતા ફરતા આરોપીને સેલવાસથી ઝડપી પાડી પ્રોહીબીશનના કામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો, જ્યાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

Next Article